કોરોના વાયરસ પર 4 આશાના કિરણ દેખાયા, જાણીને પીએમઓ એ લીધો રાહતનો શ્વાસ
કોરોના વાયરસથી જંગ લડી રહેલા ભારતે આજે લોકડાઉનમાં કેટલીક ઢીલ આપી છે, જેનાથી અર્થતંત્ર ચાલી શકે. આ ઢીલ સરકાર ત્યારે જ આપી શકી જ્યારે તેમને કેટલાંક પોઝિટીવ સંકેત મળ્યા. તેમાં ઇન્ફેકશન રેટ, ડેથ રેટ ઘટાડવાનું સામેલ છે. તેની સાથે જ ભારતનો કોરોનાથી રિકવરી રેટ પણ સારો છે. અત્યાર સુધી 10886 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચૂકયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રિકવરી રેટથી પીએમ મોદીને પણ આવ્યો કોન્ફિડન્સ
કોરોના વાયરસ લોકડાઉનના લીધે દેશ થોભી ગયો હતો. પરંતુ ઝડપથી રિકવરી રેટ જોઇને પીએમ મોદી અને બાકી અધિકારીઓએ જાણે રાહતનો શ્વાસ લીધો છે. હાલ દેશમાં કોરોનાના સંક્રમણમાં આવેલા 10886 લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે. આ રિકવરી રેટ 22 ટકાની નજીક છે. કહેવાય છે કે આના પરથી મોદી સરકારમાં અર્થતંત્ર સાથે જોડાયેલી વસ્તુઓને ફરીથી ખોલવાનું સાહસ આવ્યું. એક સિનિયર અધિકારીએ આશા વ્યકત કરી કે મે મહિનાના અંત સુધીમાં રિકવરી રેટ 50 ટકાની નજીક પહોંચી જશે.
10 લાખ ટેસ્ટ પૂરા, ઇંફેકશન રેટ યુએસ, ઇટલી કરતાં ઓછા
દેશ એ કોરોના વાયરસના 10 લાખ ટેસ્ટ પૂરા કરી લીધા છે. તેમાં ઇંફેકશન રેટ 4 ટકાથી ઉપર પહોંચ્યો નથી. સરેરાશ 4.5 ટકાથી ઘટીને 3.8 ટકા પર આવી ગયો છે. એટલા જ ટેસ્ટિંગના આંકડાઓને ચકાસીએ તો આ અમેરિકા, ઇટલી, સ્પેન, તુર્કી, જર્મની કરતાં શ્રેષ્ઠ છે.
દર્દી ડબલ થવામાં હવે 12 દિવસનો સમય લાગે છે, પહેલાં 10.50 દિવસ હતા
દેશમાં કોરોનાના કેસ ડબલ થવામાં હવે સમય લાગી રહ્યો છે. છેલ્લાં 14 દિવસમાં કેસ ડબલ થવાનો દર 10.50 દિવસ હતો પરંતુ રવિવારના આંકડાના મતે હવે કેસ ડબલ થવામાં 12 દિવસ લાગી રહ્યા છે.
ડેથ રેટ પણ ઓછો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારના રોજ કહ્યું હતું કે ભારતમાં આ બીમારીથી મરનારાઓની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. આપણે ત્યાં મૃત્યુ દર 3.2 ટકા છે જે દુનિયામાં સૌથી ઓછો છે. અત્યાર સુધી 10632 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ ચૂકી છે.
એ રાજ્યો જ્યાં સૌથી વધુ ખતરો
કોરોના વાયરસની સૌથી વધુ અસર મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. મધ્યપ્રદેશમાં પોઝિટીવ રેટ 7.6 ટકા, દિલ્હીમાં 7.3 ટકા, મહારાષ્ટ્રમાં 7.2 ટકા અને ગુજરાતમાં 6.9 ટકા છે. એપ્રિલમાં તામિલનાડુમાં પોઝિટીવ રેટ 9.2 ટકા હતો જે હવે ઘટીને 2 ટકા પર આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

