ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા 31મે પછી લોકડાઉન-5 શરુ થશે? રાજ્યોને મળી રહેલી છૂટછાટમાં વધારો થશે?
દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે જે મે મહિનાની 31મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક સવાલ થઈ રહ્યો છે કે શું 31 મે પછી લોકડાઉન લંબાવવામાં આવશે કે નહીં. એક તરફ ગુજરાતમાં સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે 31મી મે પછી રાજ્યમાં વધુ 2-3 અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દેશમાં ઘણાં લોકોને કન્ફ્યુઝન છે કે લોકડાઉન લંબાવવામાં આવશે કે પછી તેને ખતમ કરાશે. આ સાથે લોકડાઉન લંબાવવામાં આવશે તો કેવા પ્રકારની છૂટછાટ આપવામાં આવશે તે અંગે પણ લોકોને સવાલ સતાવી રહ્યા છે. દેશમાં પહેલા 25મી માર્ચના દિવસે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી સતત લોકડાઉન ચોથા તબક્કા સુધી લંબાવવામાં આવ્યું છે એટલે કે લોકડાઉન જાહેર કર્યાને આજે 65 દિવસ થયા છે.
આ રીતે પીએમ કરશે લોકડાઉની જાહેરાત?
સરકાર તરફથી મળેલી જાણકારી મુજબ ફરી એકવાર લોકડાઉન લંબાવવામાં આવી શકે છે. આ ફાઈનલ અને અંતિમ લોકડાઉન હોઈ શકે છે. ખબરો એવી પણ છે કે કેન્દ્ર સરકારે તેના પર કામ કરવાનું શરુ કરુ કરી દીધું છે. વડાપ્રધાન મોદી 31 મે રવિવારે દેશને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન મોદી દેશવાસીઓને પોતાના સંબોધન મન કી બાતમાં લોકડાઉન 5 અંગે માહિતી આપી શકે છે.
રાજ્યોને મળી રહેલી છૂટછાટમાં વધારો થશે?
સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે હવે દર 15 દિવસે લોકડાઉનની સમીક્ષા કરવામાં આવી શકે છે. લોકડાઉન 5માં રાજ્ય સરકારોને અધિકાર આપવામાં આવશે કે તેઓ કઈ બાબતો પર છૂટ આપવા માગે છે કઈ બાબતો પર નહીં. લોકડાઉન 4માં દર્શાવેલા કન્ટનમેન્ટ ઝોન કે રેડ ઝોનમાં કે સીલ કરેલા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ કે આવા-ગમનની છૂટછાટ ન મળવાની આશંકા છે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર કેટલાક નિયમો લાગુ કરી શકે છે. કેટલીક બાબતો પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.
31 મે પછી પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેવાની શક્યતા
સ્કૂલ-કૉલેજ હાલ ખુલે તેવી સંભાવના નથી દેખાઈ રહી, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પર પણ આ પ્રતિબંધ યથાવત રાખવામાં આવી શકે છે. શોપિંગ મૉલને લઈને પણ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ જ નિર્ણય લેવાના રહી શકે છે. લોકડાઉન 4માં શોપિંગ મૉલ ખોલવા પર પ્રતિબંધ લગાવાયો હતો. હવે કેટલીક રાજ્ય સરકારો રેડ ઝોનમાં નથી તેવા વિસ્તારોમાં શોપિંગ મૉલ ખોલવાની મંજૂરી આપી શકે છે.
દેશના અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં જોવા મળી શકે છે અસર
રેલવે ચાત્રા અને ડોમેસ્ટિક ફ્લાઈટની સર્વિસ ચાલુ રહી શકે છે. દિલ્હી મેટ્રોની સેવા પણ 1 જૂન બાદ શરુ કરવામાં આવી શકે છે. લોકડાઉન 5ની સૌથી વધારે અસર દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, પુણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતામાં જોવા મળી શકે છે. આ શહેરોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. લોકડાઉન 5માં ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવશે કે નહીં તે પ્રશ્ન પણ છે. કર્ણાટક સરકારે આ અંગે વડાપ્રધાન મોદીને પત્ર લઈને મંજૂરી આપવા અંગે જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..