દેશમાં લોકડાઉન લંબાશે તો કોરોના વાયરસથી નહીં ભૂખમરાથી લોકો મરશે: નારાયણ મૂર્તિ

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ લાંબા લોકોડાઉનના ખતરા અંગે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો ભારતમાં લોકડાઉન લાંબુ ચાલ્યું તો કોરોના કરતા તેમાં વધારે લોકોનો જીવ જઈ શકે છે. લાંબા લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરી શકે છે.

મૂર્તિએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસને ન્યૂ નોર્મલ (નવી સ્થિતિ જેને સામાન્ય માની લેવાય છે)ના રુપમાં સ્વીકાર કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે લોકો સંક્રમિત છે, તેમનું ધ્યાન રાખીને સરકારને એવા લોકોને કામ પાછા ફરવાની મંજૂરી આપવી જોઈએ, જેઓ કામ કરવા માટે સક્ષમ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

તેમણે બુધવારે વેબિનારમાં ઉદ્યોગપતિઓને જણાવ્યું, “અમારા માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે ભારત લાંબા સમય સુધી આ સ્થિતિમાં નહી રહી શકે. કારણ કે થોડા સમય પછી ભૂખથી થનારા મોત કોરોના વાયરસના કારણે થનારી મોતની સંખ્યા કરતા વધુ હશે.”

કોરોનાથી મૃત્યુ અન્ય દેશો કરતા ઓછા

નારાયણ મૂર્તિએ કહ્યું કે વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાયરસનો મૃત્યુદર 0.25-0.5% છે. આ દર ઘણો જ ઓછો છે. અત્યાર સુધીમાં ભારતમાં આ વાયરસને ફેલાતો રોકવામાં સફળ રહ્યા છે. દેશમાં લોકડાઉન 3 મે સુધી જારી રહેશે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોના 31,000થી વધારે કેસ સામે આવ્યા છે. કોરોનાની પહેલા કેસથી એટલે કે 30 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1,008 (હાલનો આંકડો 1070ને પાર થઈ ગયો છે.).

પ્રદૂષણ અને બીજી બીમારીઓથી દર વર્ષે મરે છે 90 લાખ લોકો

નારાયણ મૂર્તિએ આગળ જણાવ્યું કે, ભારતમાં અલગ-અલગ બિમારીઓથી વર્ષે 90 લાખથી વધુ લોકોના મોત થાય છે. તેમાંથી એક ત્રીજા ભાગનાનું મોત પ્રદૂષણના કારણે થાય છે, કારણ કે ભારત દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાંથી એક છે. તેમણે એમ પણ જણાવ્યું કે, “જ્યારે તમે 90 લાખ લોકોને સ્વાભાવિક રુપે મરતા જુઓ છો અને તમે પાછલા બે મહિનામાં 1,000 લોકોના મોત સાથે તુલના કરો છો, તો સ્વાભાવિક છે કે આ આંકડો એટલી ગભરામણ પેદા નથી કરતો જેટલું આપણે વિચારીએ છીએ.”

અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે 19 કરોડ લોકો

નારાયણ મૂર્તિએ કહ્યું કે, 19 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે અથવા સ્વરોજગાર કરે છે. તેમાંથી મોટાભાગના લોકોને લોકડાઉનના કારણે પોતાની આજીવિકા ગુમાવી દીધી છે. જો લોકડાઉન લાંબો સમય ચાલું રહ્યું તો વધુ લોકો પોતાની આજીવિકા ગુમાવી દેશે.

ઘટશે ટેક્સ કલેક્શન

તેમણે એમ પણ જણાવ્યું કે મોટાભાગના વ્યવસાયોએ પોતાની મહેસૂલના 15-20% ગુમાવી દીધા છે. જેની અસર સરકારના ટેક્સ સંગ્રહ પર પડશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય મુદ્રા કોષે આ વર્ષે જીડીપી દર ગ્રોથ 1.9% રહેવાનું અનુમાન લગાવ્યું હતું, જે પાછલા વર્ષ 4.5% હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો