ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર: કોરોનાથી મોતમાં ગુજરાત નંબર વન, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર સૌથી વધુ

દેશમાં કોરોનાના કેસ 10 લાખને પાર થઈ ચુક્યા છે. ત્યારે કોરોનાથી થતાં મૃત્યુ મામલે ચોંકાવનારી હકિકત આંકડા મારફતે સામે આવી છે. શરૂઆતથી લઈને બુધવાર સુધીના કોરોનાના આંકડા પરથી એટલું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર સૌથી વધુ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બુધવાર સુધી સત્તાવાર આંકડા જે સામે આવ્યા તે મુજબ ગુજરાતમાં કોરોનાથી 4.59 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાથી થતાં મૃત્યુ મામલે ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે. મહારાષ્ટ્રમાં મૃત્યુદર 3.94 ટકા છે. ત્રીજા ક્રમે મધ્યપ્રદેશમાં કોરોનાથી થતાં મૃત્યુનો દર 3.38 ટકા છે. જ્યારે અન્ય બે રાજ્યો એવા છે જ્યાં કોરોનાથી મૃત્યુદર 3 ટકાથી ઓછુ છે.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ કાબુમાં

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે તેવો દાવો કેજરીવાલ સરકાર કરી રહી છે દિલ્માં કોરોનાથી થતાં મૃત્યુનો દર 2.99 ટકા જ્યારે પશ્ચિમ બંગાળમાં 100 દર્દીઓમાંથી 2.83 ટકા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

કયા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુદર
રાજ્ય મૃત્યુદર (ટકામાં)
ગુજરાત 4.59
મહારાષ્ટ્ર 3.94
મધ્યપ્રદેશ 3.38
દિલ્હી 2.99
પ. બંગાળ 2.83

રિકવરી રેટમાં ગુજરાત બીજા ક્રમે

કોરોનાથી થતાં મૃત્યુદર મામલે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે તે વાત તો આપણે જાણી હવે વાત કોરોનાની બિમારીને મ્હાત આપીને સાજા થયેલા દર્દીઓની કરીએ. તો બુધવાર સુધીમાં દેશમાં પાંચ રાજ્યોના રિકવરી રેટનો ડેટા કાઢ્યો. સારી વાત એ છે કે રિકવરી રેટમાં ગુજરાત બીજા ક્રમે છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.

કોરોનાનો રિકવરી રેટ
રાજ્ય કેસ રિકવરી રેટ
મહારાષ્ટ્ર 2,84,281 55.6
તમિલનાડુ 156,369 68.7
દિલ્હી 1,18,645 82.3
કર્ણાટક 51,442 38.4
ગુજરાત 45,567 70.6

રાજ્યમાં અનલૉક બાદ કોરોના વધ્યો

રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો ગઇકાલ 16 જુલાઇ 919 કેસ અને આજે 949 કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો