કોરોના વાયરસને લઈને 15 મે સુધી બધી સ્કૂલો, કોલેજો અને મોલ બંધ રાખવામાં આવે તેવી શક્યતા

લોકડાઉન આગળ વધારવામાં આવે કે નહીં? મોટાભાગના લોકોના મનમાં આ જ સવાલ છે. કેન્દ્ર સરકાર હજુ ખુલીને જવાબ નથી આપી રહી. રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉનને આગળ વધારવા ઈચ્છે છે, નિર્ણય કેન્દ્ર પર છોડ્યો છે. બધા કહી રહ્યા છે કે જે થશે, તે તબક્કાવાર રીતે જ થશે. આ દરમિયાન કોરોના વાયરસને લઈને બનેલા કેન્દ્રીય મંત્રીઓના ગ્રુપે મહત્વની ભલામણ કરી છે. GoM ઈચ્છે છે કે ભલે લોકડાઉન આગળ વધે કે ના વધે, 15 મે સુધી દેશની બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવે. સાથે જ બધા પ્રકારની સામૂહિક ધાર્મિક ગતિવિધિઓ પર રોક ચાલુ રહે. આ દરમિયાન મોલ પણ બંધ રાખવામાં આવે.

આ GoMની કમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની પાસે છે. તમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ સામેલ છે. GoMએ ચર્ચા એવું નક્કી કર્યું કે, હાલનું લોકડાઉન પુરું થયા પછી પણ ધર્મસ્થળો, શોપિંગ મોલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ ઓછામાં ઓછા ચાર સપ્તાહ માટે ખોલવા દેવામાં ન આવે. સરકાર એવું વિચારી રહી છે કે, ગરમીઓની રજાઓને પગલે સ્કૂલ અને કોલેજ આમ પણ બંધ રહેશે. કોરોનાના ઈન્ફેક્શનને રોકવા માટે બધા ધાર્મિક સંગઠનોની ગતિવિધિઓ પર 15 મે સુધી રોક લગાવવાની ભલામણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે અંતિમ નિર્ણય લેશે.

આ જગ્યાઓ પર પણ નજર રાખવી પડશે

આ GoMની જવાબદારી કોરોના વાયરસ સાથે સંલગ્ન બધા અપડેટ્સ અને સ્થિતિ જોઈને પીએમ મોદીને જણાવવાની છે. એ દ્રષ્ટિએ તેનો રોલ મહત્વનો છે. GoMએ બધા પ્રકારના જાહેર સ્થળો જેમકે ધર્મસ્થળ કે મોલ્સની સર્વિલાન્સ ડ્રોન્સ દ્વારા મોનિટરિંગની ભલામણ કરી છે. આ ભલામણ તાજેતરના તબલિગી જમાત પ્રકરણને જોતાં ઘણી મહત્વની છે. નિઝામુદ્દીનમાં ગત મહિને એક ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમાંથી ઘણા લોકો એવા હતા જે કોરોના પ્રભાવિત દેશોમાંથી આવ્યા હતા. ઘણા લોકો દેશના અલગ-અલગ વિસ્તારોમાં ગયા અને ઝડપથી સંક્રમણ ફેલાવામાં મહત્વનો રોલ નિભાવ્યો.

GoMએ આ લોકોને કરી સલામ

કેન્દ્રીય મંત્રીઓના ગ્રુપે કોરોના વાયરસ સામે લડી રહેલા લોકોનો આભાર માન્યો છે. ડોક્ટર્સ, હેલ્થ પ્રોફેશનલ્સ, સુરક્ષા કર્મી અને બાકી બધા જે લોકડાઉન વચ્ચે જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી રહ્યા છે, તેમના માટે GoMએ આભાર વ્યક્ત કર્યો છે. મંગળવારની બેઠકમાં કેબિનેટના ઘણા મંત્રી પણ સામેલ થયા. મીટિંગમાં પીયૂષ ગોયલ, રામવિલાસ પાસવાન, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, રમેશ પોખરિયાલ નિશંક ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો