ગંગા નદીમાં મૃતદેહો તણાઈ આવતા શવોનો ઢગલો, 80 શવોને JCB દ્વારા દફનાવાયા

બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે રહસ્યમય રીતે મોટી સંખ્યામાં શવો સામે આવી રહ્યા છે. બિહારના બક્સરમાં મળેલા શવોને એક સાથે દફન કરી દેવામાં આવ્યા. ચૌસાના BDO અને અધિકારીઓને દેખરેખમાં શવોને JCB દ્વારા દફન કરવામાં આવ્યા. બક્સરમાં શવોને દફન કરનારા વ્યક્તિએ જણાવ્યું કે લગભગ શવોને દફન કરવામાં આવ્યા છે અને લગભગ એટલા જ શવો હજુ બહાર છે. આ શવોને લઇ બિહારના અધિકારીઓએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશથી આ શવો વહીને અહીં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ પહેલા બક્સર જિલ્લા અધિકારી અમન સમીરે દરેક શવોનું પોસ્ટમોર્ટમ કરવા અને સેમ્પલ લઇ સન્માનપૂર્વક ડિસ્પોઝ કરવાની વાત કહી હતી. જોકે મહાદેવા ઘાટ પર દરેક શવોનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ ખાડો ખોદી દફન કરી દેવામાં આવ્યા. સોમવારે મોટી સંખ્યામાં શવ મળ્યા પછી બક્સરના બીડીઓએ કહ્યું હતું કે આ શવો બિહારના નથી. અમે ઘાટ પર ચોકીદાર રાખ્યા છે જેશી અહીં શવોનું યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે.

તો બીજી બાજુ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક એવી તસવીર સામે આવી છે જ્યાં યમુના નદીમાં એક સાથે ઘણાં શવોને ઉતારતા જોવામાં આવ્યા. ગામના લોકોએ અંતિમ સંસ્કાર કરવાના સ્થાને શવોને સીધા યુમના નદીમાં વિસર્જિત કરી રહ્યા છે. તો ઉત્તર પ્રદેશના ગાજીપુરના ગહમરમાં પણ ગંગામાં ડઝનો શવ મળ્યા છે. ખેર, પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે શવો કોના છે. બક્સર જિલ્લાધીકારીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના શવો બક્સરમાં આવી રહ્યા છે તો એવામાં આ શવો કોના છે, જ્યારે તેમણે પોતે વાંસથી ધકેલીને શવોને છુપાવી છે.

તો બીજી બાજુ કોરોના સંક્રમિત શવોનું નદીમાં મળવું કેટલું હાનિકારક છે તે વિશે વરિષ્ઠ વૈજ્ઞાનિકો કહે છે કે, જ્યાર સુધી વાયરસને શરીરમાં હોસ્ટ મળશે નહીં ત્યાં સુધી તેના ફેલાવવાની આશંકા યોગ્ય નથી. ICMRના ચેરમેન ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે વાયરસને ઉત્પન્ન થવા માટે જીવિત માનવ શરીરની જરૂર પડે છે. જો માનવ શરીર મૃત છે તો પછી તેમાં વાયરસના બ્રીડ થવાની શક્યતા ઓછી રહે છે. એવામાં ગભરાવવાની જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો