રાજકોટ જિલ્લામાં કોરોનાથી વ્હાલસોયી દીકરીનું મોત થતાં ત્રણ જ દિવસમાં પિતાએ પણ છોડ્યો દેહ

કાળમુખા કોરોનાનાને (coronavirus) કારણે અનેક નાના એવા ભૂલકાઓએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે કોરોનાના કારણે અનેક સુહાગન સ્ત્રીઓએ પોતાનો પતિ તો કેટલાક પતિઓએ પોતાની પત્ની ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવા બે કિસ્સાઓ રાજકોટ (Rajkot) પાસેનાં ગામડાં પણ બન્યા છે. જેના કારણે ગામ લોકોનાં આંખનાં આંસુ થંભી નથી રહ્યાં.

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરથી 18 કિ.મિ. દૂર આવેલા છ હજાર લોકોની વસ્તી ધરાવતા શિવરાજ ગઢમાં છેલ્લા એક મહિનામાં અંદાજિત 30થી વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ત્યારે શિવરાજ ગઢ ગામે બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી સપનાબેન દામજીભાઈ ઠુંમર નામની 23 વર્ષીય યુવતીએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ દીકરીનું મૃત્યુ થયા બાદ માત્ર ત્રણ દિવસના જ અંતરે લાડકી દીકરીના પિતા દામજીભાઈ ઠુંમરે પણ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આમ નાનકડા એવા શિવરાજગઢમાં માત્ર ત્રણ દિવસના અંતરે જ ઠુંમર પરિવારે પોતાની વ્હાલી દિકરી અને ઘરના આધારસ્તંભ એવા તેના પિતાને ગુમાવવાનો વારો આવ્યો છે.

જ્યારે કે શિવરાજગઢ ગામે આ જ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. જે ઘટનામાં શિવરાજ ગઢ ગામે જલારામ મંદિરના પ્રણેતા અને ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા બાબુભાઈ લુણાગરિયાના પત્ની લાભુ બેન કોરોના સંક્રમણના કારણે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે પત્નીના નિધન બાદ માત્ર ત્રણ દિવસની અંદર બાબુભાઈ લુણાગરિયાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે.

આમ, માત્ર ત્રણ દિવસના જ સમયગાળામાં લુણાગરીયા પરિવાર ઘરની છત સમાન પોતાના મોભીઓ ને ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારની ઘટના ગોંડલ શહેરમાં પણ 11 મી એપ્રિલના રોજ ઘટી હોવાનું સામે આવ્યું હતું. માત્ર 12 કલાકના સમયગાળા દરમિયાન કોરોના સંક્રમિત જીતેન્દ્ર ભાઇ ઠુંમર અને વસંતબેન ઠુંમર નામના પતિ-પત્નીનું મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો