જામનગરનાં ડૉક્ટરે કોરોનાના કપરા કાળમાં રુપિયા ખંખેરવાને બદલે શરૂ કરી સેવા, બે અઠવાડિયા સુધી વિનામૂલ્યે કરશે OPD

સમગ્ર ગુજરાતમાં કોરોનાને લઈને હોસ્પિટલો હાઉસફુલ થઈ છે તેવા સમયે રૂપિયા ખર્ચતા પણ હોસ્પિટલોમાં સારવાર નથી મળતી. ત્યારે જામનગરના એક તબીબે પોતાની ખાનગી હોસ્પિટલમાં વર્તમાન કોરોનાની મહામારીની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિનામૂલ્યેે ઓપીડી શરૂ કરી માનવતા મહેકાવી છે. 19 એપ્રિલથી 1 મે સુધી બે અઠવાડિયા દરમિયાન ડો. ભાવેશ મહેતા મફતમાં સારવાર આપશે.

જામનગર શહેરના વલકેશ્વરી નગરીમાં આવેલા આદર્શ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ઇ.એન.ટી.સર્જન ભાવેશ મહેતાએ કોરોનામાં તાવ, શરદી-ઉધરસ જેવા ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હાલમાં પોતાના ક્લિનિકમાં જ વિનામૂલ્યે સારવાાર આપવાની શરૂઆત કરી છે. 19 એપ્રિલથી 1 મે સુધી બે અઠવાડિયા દરમિયાન ડો. ભાવેશ મહેતા મફતમાં સારવાર કરશે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઇ ચૂકી છે. આ ઉપરાંત શહેરમાં અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી હાઉસફુલ થઈ છે. ત્યારે જ લોકોનેે પડતી હાડમારીનેેે ધ્યાને લઇને ડો. ભાવેશ મહેતાએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફલૂ જેવા લક્ષણોની સારવાાર મળી રહે અને તકલીફ ન પડે તે હેતુથી તાવ શરદી ઉધરસ જેવા કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા દર્દીઓનેેેેે હાલ સારવાર કરી રહ્યા છે.

પ્રથમ દિવસે જ ખાનગી હોસ્પિટલમાં શરૂ કરાયેલી ઓપીડી માંં 100 થી વધુ દર્દીઓએ ચેકઅપ કરાવી સારવાર મેળવી છે. ત્યારે કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાતા દર્દીઓને પણ તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે અને હોમ ક્વૉરન્ટીન માટેની સલાહ પણ આપી રહ્યા છે.

એક તરફ કોરોનાના દર્દીઓ વધતાા હોસ્પિટલોમાં વ્યવસ્થા ખૂટી રહી છે ત્યારે જ ખાનગી તબીબે તકનો લાભ લેવાને બદલે નાના વર્ગના લોકોને કપરા સમયમાં પોતે લીધેલ ડિગ્રીથી સારવાર આપી રહ્યાં છે. જામનગરના તબીબ ભાવેશ મહેતાએ આગળ આવી વિનામૂલ્યે તપાસ શરૂ કરતાં અન્ય ડોક્ટરોને પણ પ્રેરણા આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો