ભાવનગર જિલ્લાના ચોગઠ ગામમાં હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ, 20 દિવસમાં કોરોનાથી 90 લોકોના મોતથી લોકોમાં ફફડાટ

13 હજારની વસ્તી ધરાવતા ભાવનગર જિલ્લાનાં ચોગઠ ગામમાં કોરોનોએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 20 દિવસમાં લગભગ 90 થી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં જિંદગી હારી ગયા અને મોતને ભેટયા છે. છેલ્લા 20 દિવસથી સ્મશાનની આગ ઓલાય નથી અને યુવાનો અકાળે મોતના ખપ્પરમાં હોમાય રહ્યા છે. સરકારી તંત્ર કોઈપણ સુવિધા પુરી પાડવામાં ઉણું ઉતર્યું છે. કોરોના નાં ભયનાં ઓથાર નીચે ગ્રામલોકો ની ઊંઘ હરામ થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દર્દીઓના ટપોટપ મોત થતા લોકોમાં ભય ફેલાયો

દેશ, રાજય અને જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને દર્દીઓના ટપોટપ મોત થતા લોકોમાં ભય ફેલાયો છે. આ સ્થિતીમાં ઉમરાળા પંથકના ચોગઠ ગામમાં પણ રોજિંદા મોતની સંખ્યા પાંચ થી સાત જેટલી થઈ રહી છે. છેલ્લા વીસેક દિવસમાં ગામમાં આશરે 100 જેટલા મોત થતા ગામમાં ભારે અરેરાટી વ્યાપી છે. ઉમરાળા તાલુકા ના સૌથી વધુ 13 હજારની વસતિ ધરાવતા ચોગઠ ગામમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને દરરોજ આશરે પાંચ થી સાત જેટલા લોકોના મોત થઇ રહયાં હોવા છતા તંત્ર દ્વારા લોકોના આરોગ્ય અને સારવાર અંગે કોઈપણ પગલા લેવામાં આવતા નથી.

તંત્રના પેટનું પાણી હલતું નથી

ગામમાં છેલ્લા પંદર દિવસમાં 90 જેટલા લોકોના મોત નિપજતા હાહાકાર મચ્યો છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. મુખ્યમંત્રી દ્વારા લોકોની રજુઆતને ધ્યાને લઈને ટીબી ખાતે આવેલી હોસ્પિટલમાં કોવીડ સેન્ટર કાર્યરત કરવાનો આદેશ કરાયો હોવા છતાં જિલ્લા પ્રશાસન દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. કોવીડ સેન્ટર માટે આજુબાજુના ગામના લોકો અને ટ્રસ્ટીઓ કાગડોળે રાહ જોઇ રહયાં છે.

​​​​​​​આ જીવલેણ મહામારીનાં કપરા સમયમાં નિર્દોષ માનવ જિંદગી હોમાય રહી છે, અગણિત પરિવારનાં માળાઓ પિંખાય રહ્યા છે, નવલોહીયા યુવાનો અકાળે કાળના ખપ્પરમાં ગરકાવ થઈ રહ્યા છે ત્યારે ચૂંટણી ટાણે ખોબો ભરીને લોકસેવાનું વચન આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને રાજકારણીઓ ગામડાં માં ડોકાયા સુધ્ધા નથી. જેથી લોકોમાં ખૂબ જ ક્રોધ, ગુસ્સો અને અસંતોષની લાગણી ફેલાય છે.

રેપીડ ટેસ્ટ કીટ, દવાઓ, રિપોર્ટ કે ઓક્સિજનની એકપણ સુવિધા નથી

પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કીટ, દવાઓ, રિપોર્ટ કે ઓક્સિજનની એકપણ સુવિધા નથી. ત્યારે લોકોમાં 17મી સદીમાં જીવી રહ્યા હોય અહેસાસ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ચોગઠ ગામનાં સ્મશાનમાં છેલ્લા 20 વરસથી સેવા કરતા સ્મશાનનાં ઋષિ તરીકે જાણીતા નિવૃત શિક્ષક ગિરજાશંકર જોશી નાં જણાવ્યા અનુસાર આ ગામના છેલ્લા ૨૦ દિવસમાં લગભગ 90 થી 100 અંતિમ સંસ્કારો કરવામાં આવ્યા છે અને એક પણ દિવસ આ સ્મશાનની આગ શાંત થઈ નથી. હૃદય કંપાવી નાખે અને હૃદય ધબકારો ચુકી જાય એવી ભયાનક અને કરુણ પરિસ્થિતિના દ્રશ્યો સર્જાય ત્યારે પરિવારજનોને છાનું રાખવા વાળું મળતું નથી.

ચોગઠ ગામનાં સ્મશાનમાં લાકડા પણ ખૂટી ગયા જે લાકડાઓ સ્મશાનમાં એક વર્ષ સુધી ચલતા હતા તેમ માટે છેલ્લા 15 થી 20 દિવસમાં ખુંટી પડ્યા એટલાં બધા મોતથી આ ગામમાં ફફડાટ અને ડર ફેલાય ગયો છે. સુમસાન શેરીઓ માં સાક્ષાત યમરાજ આંટાફેરા મારી રહ્યા હોય હોય આભાસ થઈ રહ્યો છે. ચોગઠમાં ઘેર-ઘેર માંદગી અને બીમારીના ખાટલાથી લોકોમાં ખૂબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે.

ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા મળતી નથી અને ગામમાં કોઈપણ પ્રકારની સારવાર ઉપલબ્ધ નથી. જેને લઈને મૃત્યુ આંક કુદકે ભૂસકે વધી રહ્યો છે. વધારે માનવ જિંદગીઓ હોમાય એ પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર પગલાં લેવાય એવી ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠી રહી છે. તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી ઉઠીને સંજીવની જડીબુટ્ટી માફક કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવે એ અતિ આવશ્યક છે.

​​​​​​​ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો કોઈપણ પણ ગામમાં ડોકાયા પણ નથી. મોતનાં આ તાંડવમાં વધારે માનવ જીન્દગીઓ હોમાય નહીં, અકાળે કોઈની જીવન વેલડી મુરજાઈ નહિ એ માટે તાત્કાલિક પગલાં લઈને સારવાર માટે સુવિધાઓ ઉભી થાય એ માટે તીવ્ર માંગ ઉઠી છે. કદાચ સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ આ મોતનો આંકડો સૌથી વધારે છે અને કૂદકે ભૂસકે વધી રહ્યો છે. દરરોજ 7-8 મોત થઈ ગામમાં મરશિયાનું આક્રંદ છેલ્લા 25 દિવસથી શાંત થયુ નથી. કોરોનાનાં ભયનાં ઓથાર નીચે ગ્રામલોકો ની ઊંઘ હરામ થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો