સુરતમાં કોરોનાના દર્દીને ખાનગી હોસ્પિટલે 24 દિવસનું 12 લાખનું બિલ આપ્યું, હજુ પણ પથારીવશ
કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને ડરાવીને તેને લૂંટવાનો ધંધો શરૂ દીધો હોવાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ પકડાવી દીધું છે. જ્યારે 24 દિવસની સારવાર બાદ પણ દર્દી અશક્ત હોવાનું જણાવી રહ્યા છે.
13 મેના રોજ કોરોનાના લક્ષણો દેખાયા હતા
ગુલાબ હેદર ગુલાબ મુસ્તુજા શેખ (ઉ.વ. 50 રહે જાપા બજાર તૈયાબી મોહલ્લો ઘર ન. 4/4619 સુરત) પરિવાર સાથે રહે છે. ગત 13મી મેના રોજ શરદી-ખાસી થતા ફેમિલી ડોક્ટર પાસે ગયા હતા. જ્યાં કોરોના લક્ષણો હોવાની સાંભવના વ્યક્ત કરતા ગુલાબ હેદર ડરના મારે તાત્કાલિક દાખલ થવાની વાત કરી હતી. ફેમિલી ડોક્ટરે એકતા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ લઈ જવાની વાત કરતા ના કહ્યું હતું. જેને લઈ ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા
ગુલાબ દેહરના ભાઈ ગુલામ મસ્તુફાએ જણાવ્યું હતું કે, ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યોહતો. જોકે, તેના 48 કલાકમાં જ રિપોર્ટ ફરી નેગેટિવ આવી ગયો હતો. જોકે, તેમને દાખલ રાખવામાં આવ્યા હતા. ગુલાબ હેદરને પ્રતિબંધિત વોર્ડમાં દાખલ કરાયા બાદ પરિવારને મળવા પણ દેવાતા ન હતા. મોબાઈલ વીડિયો કોલીંગથી વાત કરી ગુલાબ હેદર પરિવારને જોઈ શકતા હતા. ફેફસા ખરાબ થઈ ગયા છે અને કફ થઈ ગયા છે એટલે ગળામાં કાણું પાડી કફ કાઢ્યા છે એમ ડોક્ટર કહેતા હતા અને 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા હતા.
12.23 લાખનું બિલ ચૂકવ્યા બાદ રજા આપી
ગુલામ મસ્તુફાએ વધુમાં જણાવ્યું હતું કે, 12 લાખ 23 હજારનું બિલ ચૂકવ્યા બાદ શનિવારના રોજ રજા અપાઈ છે. 13થી 30 મે સુધીમાં 10 એક્સ રે, 20 લેબોરેટરી રિપોર્ટ, 2-3 સિટી સ્કેન સહિત 65 બિલ બનાવ્યા હતા. 4.22 લાખનું દવાનું બિલ અને 8.01 લાખનું હોસ્પિટલનું બનાવી આપ્યું હતું.
બેડ પર જ મળ થઈ જતા એ પણ સાફ કર્યા વગર રાખી મુકતા
ગુલામ મસ્તુફાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુલાબ હેદરને છેલ્લા 5 દિવસ ખીચડી ખવડાવતા હતા. 4-5 દિવસ બેડ પર જ મળ થઈ જતા એ પણ સાફ કર્યા વગર રાખી મુકતા હતા. પરિવારને ડરાવી 14મીની સવારે વેન્ટી પર મૂકી દીધા હતા અને ન્યુમોનિયા હોવાનું કહ્યું હતું. ગુલાબ હેદર 5 ભાઈઓમાં સૌથી તંદુરસ્ત હતા. આજે અશક્ત થઈ ગયા છે. 24 દિવસ કોરોનાની સારવાર કરાવી પણ અશક્ત થઈને ઘરે પહોંચ્યા છે. ઘરે આવ્યા બાદ મોઢાથી જ ખાય રહ્યા છે. ચાલતા ચાલતા ગયા હતા આજે પગ પણ કામ કરતા નથી.
દર્દીને એક લાખનું ડિસ્કાઉન્ટ અપાયુ-હોસ્પિટલ
ટ્રાઇ સ્ટાર હોસ્પિટલના વાઈસ પ્રેસિડન્ટ ડો. શિવ નારાયણ કાલિયાએ જણાવ્યું હતું કે, અમે દર્દીની પુરી સારવાર કરી છે. તેની મેડિકલ ફાઈલ પણ છે. જેટલું જરૂરી હતી એટલા બિલમાંથી પણ એક લાખ જેવું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. કોરોનાના દર્દીના આક્ષેપ અંગે તમે ફાઈલ ચેક કરી શકો છે. તેમની સારવાર કરનાર તબીબ સાથે પણ વાત કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

