કેશોદના ડોક્ટરને ચઢ્યો ઈશ્કનો બુખાર, તારી આંખો ખુબ જ સુંદર છે કહીને હાથ પકડીને કર્યું એવું ગંદુ કામ

કોરોના મહામારીની ફરજમાં રહેલા કેશોદ અર્બન હેલ્થ સેન્ટરના એક ડોક્ટરને ઈશ્કનો બુખાર ચડયો હતો, તેની સાથે કામ કરતી એક નર્સની પાછળ પડી જઇને હેરાન પરેશાન કરીને હાથ પકડીને છેડતી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કેશોદ પોલીસમાં ફરિયાદ કરનાર નર્સે અરજીમાં જણાવ્યું છે કે તેણી છેલ્લા ચારેક વર્ષથી કેશોદ તાલુકા અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરે છે, ત્યારે અહી તેના ઉપલા અધિકારી ડો.હિરેન ડાંગર તેને છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હેલ્થ ઓફ્સિે આવે ત્યારે તેની સામે બેસવા માટે ફરજ પાડતા હતા, એક દિવસ મોડું થતા તેના પર ગુસ્સે થઈને ચા બનાવવા મોકલી દીધી હતી. ઓફ્સિમાં કોઈ હાજર ન હોય ત્યારે તારી આંખો સુંદર છે કહીને હાથ પકડીને છેડતી કરી હતી. તેને સમજાવવા છતાં તે પીછો મુક્તા ન હતા.

બાદમાં હાલ કોરોના મહામારીમાં કેશોદમાં કામ કરવાનું થતું હતું જેથી ડોક્ટરની સાથે જ તેની ફરજ સોપવામાં આવી હતી, ત્યારે એક દિવસ કેશોદ નગરપાલિકા કચેરીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે ડોકટરે ટેબન ટેબલ પર આવીને કામ કરવા દબાણ કરતા તેણીએ ના પાડતા ઉશ્કેરાઈને તેને મારવા દોડયા હતા.

બાદમાં તેણીને અમદાવાદ ડેપ્યુટેશનમાં મોકલી દીધી હતી, અને અમદાવાદથી આવ્યા બાદ તેણીએ પોલીસમાં ડોક્ટર સામે પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો