ચીનમાં કાળજુ કંપાવે તેવા દૃશ્ય આવ્યા સામે, કોરોના વાયરસ એ રીતે ફેલાઈ ચુક્યો છે કેરસ્તાઓ પર મળી રહ્યા છે મૃતદેહો

ચીનમાં કોરોના એટલી ખતરનાક રીતે ફેલાઈ ચુક્યો છે કે રસ્તાઓ પર લોકોના મૃતદેહો મળી રહ્યા છે. રસ્તા પર ચાલતા ચાલતા લોકો અચાનક પડી રહ્યા છે અને મોત તેમને ભરખી રહ્યું છે. એવી એવી તસવીરો સામે આવી રહી છે જેને જોતા કોઈપણનું કાળજું કંપવા લાગે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ચીનના વુહાન શહેરમાં આવા દૃશ્યો તમને અવારનવાર જોવા મળે. માસ્ક લગાવીને એક સાઇકલ સવાર પસાર થઈ રહ્યો છે અને અચાનક જ ધડામ કરતો પડી જાય છે. જ્યારે મદદ માટે ટીમ તેની પાસે પહોંચે છે તો એ માણસ મૃત્યુ પામેલો હોય છે.

વુહાનના લોકોનું કહેવુ છે કે આ સાઈકલ સવારનું મૃત્યુ કોરોના વાયરસના કારણે થયુ છે કેમકે આ દિવસોમાં કેટલાયે લોકો આ રીતે અચાનક રસ્તા પર જતા હોય અને મોતને ભેટે છે. ચીનમાં હાલ ખરેખર ભયાનક સ્થિતિ છે. ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 259 લોકો મોતને ભેટ્યા છે.

જ્યારે 12 હજાર લોકો વાયરસથી સંક્રમિત છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે માસ્ક પણ મળતા નથી અને લોકોને વાયરસના સંક્રમણથી બચાવવામાં આનાથી મોટો ફટકો પડી રહ્યો છે. લોકો માસ્ક ન મળતા આ વાયરસનો શિકાર બની રહ્યા છે.

આ બાજુ WHOએ કોરોના વાયરસને લઈને વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી છે. જ્યારે ચીને કહ્યુ છે કે તમામ દેશોએ જવાબદારીથી વર્તવુ જોઈએ. ચીનના વિદેશમંત્રી વાંગ યીએ જણાવ્યુ કે તમામ વિદેશી નાગરીકોની સુરક્ષા રાખવામાં આવી રહી છે. તેમણે એ વાત પર પણ જોર આપ્યુ કે ચીન આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે જવાબદારી નિભાવશે.

ચીનમાં કોરોના વાયરસના સપાટામાં આવેલ ભારતીય લોકોને પરત ઘરે મોકલવામાં આવી રહ્યા છે. તેમની અલગથી દિલ્હીમાં કેમ્પ બનાવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ITBP દ્વારા તેમના માટે 600 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો