ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 390 નવા કેસ નોંધાયા , 24 મોત થતા કુલ મૃત્યુઆંક 449 અને કુલ દર્દી 7403

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જો કે, તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાને લઇને કોરોનાનો મજબૂત રીતે સામનો આપણો દેશ કરી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 390 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 269 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 7403 પર પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 449 દર્દીઓના મૃત્યુ થયા છે.

આજે રાજ્યમાં 162 દર્દીઓ થયાં સાજા

આ સાથે આજ રોજ 162 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 1872 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

આજના નવા કેસ

  • અમદાવાદ 269
  • વડોદરા 25
  • સુરત 25
  • ભાવનગર 1
  • આણંદ 1
  • ગાંધીનગર 9
  • પંચમહાલ 6
  • બનાસકાંઠા 8
  • બોટાદ 3
  • ગીર-સોમનાથ 1
  • ખેડા 7
  • જામનગર 7
  • સાબરકાંઠા 7
  • અરવલ્લી 20
  • મહીસાગર 1
  • કુલ 390

26 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5056 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 105378 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 7403 પોઝિટિવ આવ્યા છે તો 97984 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદની સ્થિતિ સુધરતી હોય તેવા એંધાણ

આ કિસ્સામાં 12 દર્દીઓ તો એવાં હતાં જે માત્ર કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં હોય. અર્થાત હવે 425 પૈકી 111 દર્દીઓ એટલે લગભગ 25 ટકા કરતાં વધુ દર્દીઓ એવાં હતાં કે જેઓને બીજી કોઇ તકલીફ ન હતી પરંતુ માત્ર કોરોનાનો ચેપ લાગ્યાં બાદ સ્થિતિ ગંભીર થતાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં. મૃત્યુ પામનારા 29 પૈકી 23 અમદાવાદના, 4 સૂરતના જ્યારે બનાસકાંઠા અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો છે. પોઝીટીવ કેસોની સંખ્યા જોઇએ તો નવા 388 કેસ પૈકી 275 કેસ અમદાવાદમાં નોંધાયા છે, જે બુધવારે નોંધાયેલાં કેસ કરતાં થોડાં ઓછાં છે. આમ, અમદાવાદમાં સ્થિતિ સુધરતી હોય તેવું પ્રાથમિક રીતે દેખાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો