ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 477 કેસ નોંધાયા અને 31 મોત, રાજ્યમાં કુલ 20574 કેસ અને 1280 મૃત્યુઆંક, 13964 દર્દીઓ ડિસ્ચાર્જ
લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 20 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 477 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20574 થઇ છે. આજે 321 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 13964 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 31 દર્દીઓના મોત થતા મૃતાંક 1219 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં કોરોનાના નવા 346 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 346 કેસ, તો સુરતમાં 48 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. રાજ્યમાં 31 દર્દીઓના મોત થયા તેમાં એકલા અમદાવાદના 24 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાથી 1039 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત: કુલ નવા કેસ 477
| 08/06/2020 | પોઝિટિવ કેસ |
| અમદાવાદ | 346 |
| સુરત | 48 |
| વડોદરા | 35 |
| સુરેન્દ્રનગર | 6 |
| જામનગર | 5 |
| સાબરકાંઠા | 5 |
| ગાંધીનગર | 4 |
| અરવલ્લી | 4 |
| પંચમહાલ | 4 |
| જૂનાગઢ | 4 |
| ભાવનગર | 3 |
| બનાસકાંઠા | 2 |
| ભરૂચ | 2 |
| નવસારી | 2 |
| અન્ય રાજ્ય | 2 |
| મહેસાણા | 1 |
| ખેડા | 1 |
| ગીર સોમનાથ | 1 |
| કચ્છ | 1 |
| અમરેલી | 1 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

