ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા કેસ અને 27ના મોત, રાજ્યમાં કુલ કેસ 16365- મૃત્યુઆંક 1007 થયો

સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઇને લૉકડાઉન-5.0ના નવા નામ સાથે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેટલીક બાબતોની મંજૂરી તો કેટલાક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 412 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 16,356 થઇ છે.

અમદાવાદમાં કોરોનાના નવા 284 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 284 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 55 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 9,230 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

30/05/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 284
સુરત 55
વડોદરા 28
ગાંધીનગર 12
અરવલ્લી 6
બનાસકાંઠા 3
રાજકોટ 3
પંચમહાલ 3
સાબરકાંઠા 3
આણંદ 2
પાટણ 2
જામનગર 2
છોટા ઉદેપુર 2
અન્ય રાજ્ય 2
ભાવનગર 1
મહીસાગર 1
કચ્છ 1
પોરબંદર 1
અમરેલી 1
મહેસાણા 0
બોટાદ 0
ખેડા 0
ભરૂચ 0
ગીર સોમનાથ 0
દાહોદ 0
નર્મદા 0
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 0
નવસારી 0
જૂનાગઢ 0
સુરેન્દ્રનગર 0
મોરબી 0
તાપી 0
ડાંગ 0
કુલ 412

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1007 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 62 લોકો વેન્ટિલેટર પર છે તો  6057 લોકો સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો