ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 313 નવા કેસ નોંધાયા, 17ના મોત થતાં મૃત્યુઆંક 214, કુલ દર્દી 4395

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 313 કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 4395 પહોંચી છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના છેલ્લા 24 કલાકના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં 249 કેસ નોંધાયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

રાજ્યમાં આજે 17 લોકોના મોત

તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 214 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 86 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 613 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

આજના કુલ નવા કેસ

  • અમદાવાદ 249
  • વડોદરા 19
  • સુરત 13
  • ભાવનગર 4
  • આણંદ 3
  • ગાંધીનગર 10
  • પંચમહાલ 10
  • મહેસાણા 3
  • અરવલ્લી 1
  • દાહોદ 1
  • કુલ 313

33 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 3535 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 64007 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 4395 પોઝિટિવ આવ્યા છે તો 59612 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશેઃ અશ્વિની કુમાર

ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

જિલ્લાપોઝિટિવ કેસસાજા થયામૃત્યુ
Ahmedabad3026316149
Baroda2898717
Surat6145425
Rajkot58171
Bhavnagar47215
Anand74244
Bharuch31202
Gandhinagar48122
Patan17111
Panchmahal3432
Banaskantha2841
Narmada12100
Chhota Udepur1360
Kutch651
Mehsana1150
Botad2021
Porbandar330
Dahod510
Gir Somnath320
Kheda620
Jamnagar101
Morbi110
Sabarkantha320
Arvalli1901
Mahisagar1150
Tapi100
Valsad501
Navsari600
Dang200
Surendranagar100
Junagadh000
Devbhoomi Dwarka000
Amreli000
TOTAL4395613214

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો