ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોઁધાયા, 30 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 1122 અને કુલ કેસ 18117 થયા

કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે, તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 485 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 18,117 થઇ છે. આ સાથે જ કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 67.40 ટકા થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં કોરોનાના નવા 290 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 290 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 77 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 318 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 12,212 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

03/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 290
સુરત 77
ગાંધીનગર 39
વડોદરા 34
બનાસકાંઠા 10
ખેડા 5
પાટણ 5
ભાવનગર 4
મહેસાણા 4
પંચમહાલ 3
ભરૂચ 3
રાજકોટ 2
અરવલ્લી 2
નવસારી 2
આણંદ 1
સાબરકાંઠા 1
દાહોદ 1
જૂનાગઢ 1
સુરેન્દ્રનગર 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 30 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1122 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 64 લોકો વેન્ટિલેટર પર છે તો 4783 લોકો સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો