ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા કેસ અને 608 ડિસ્ચાર્જ, 20ના મોત, કુલ કેસ 15,944 અને મૃત્યુઆંક 980 થયો

ગુજરાતમાં કોરોના સંકટ દિવસને દિવસે ઘેરાતું જાય છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના સૌથી વધુ કેસ અહીં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 7 દિવસમાં દર 24 કલાકે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હોય તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 372 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,944 થઇ છે.

અમદાવાદમાં કોરોનાના નવા 253 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 253 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 8,609 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

અમદાવાદ 253
સુરત 45
વડોદરા 34
ગાંધીનગર 8
મહેસાણા 7
છોટા ઉદેપુર 7
કચ્છ 4
નવસારી 2
બનાસકાંઠા 1
રાજકોટ 1
અરવલ્લી 1
પંચમહાલ 1
મહીસાગર 1
ખેડા 1
ભરૂચ 1
સાબરકાંઠા 1
વલસાડ 1
જૂનાગઢ 1
સુરેન્દ્રનગર 1
અન્ય રાજ્ય 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 980 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે તો  6287 લોકો સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો