ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસ, અમદાવાદમાં 19 મોત, મૃત્યુઆંક 181 થયો અને કુલ દર્દી 3774 થયા
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 226 કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 40 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં વધુ 164 કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3774 પર પહોંચી છે.
આજના કુલ નવા કેસ
- અમદાવાદ 164
- સુરત 14
- રાજકોટ 9
- આણંદ 9
- બોટાદ 6
- ભરૂચ 2
- ગાંધીનગર 6
- વડોદરા 15
- ભાવનગર 1
4 શહેરોમાં લોકડાઉન વધુ કડક, તબલીઘ જમાતના વધુ બે લોકો સામે ગુનો નોંધાયોઃ રાજ્ય પોલીસ વડા
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વઘારે છે અને હોટસ્પોટ વિસ્તાર આ શહેરોમાં વધુ આવેલા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, આ ચાર શહેરોમાં લોકડાઉન વધુ કડક બનાવવામાં આવશે. દુકાનદાર અને ગ્રાહકોએ માસ્ક પહેરવુ જરૂરી છે અને દુકાનદારોએ ભીડ ન થાય તેની તકેદારી રાખવાની છે. તેવામાં જ્યાં ભીડ થતી દેખાશે અને સાવચેતી નહીં રખાય તેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તબલીઘ જમાતના વધુ બે લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. બોરવેલ કે પાણી અને સિંચાઈ માટે વપરતા સાધનો લઇને જતા વાહનો અને રિપેરિંગ કાર્ય કરતા લોકોને અટકાવાતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ વાહનોને અટકાવવા નહીં અને છૂટ આપવાની પણ સૂચના આપવામાં આવી છે.
ખેતરમાં બોરવેલ માટે સરકારની મંજૂરી
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે ખેડૂતોને સિંચાઇની સુવિધા મળી રહે એ માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણય અનુસાર ખેડૂતને ખેતરમાં બોરવેલની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ બોરવેલ માટેના વાહનને આ માટે પાસની પણ જરૂર નહીં રહે. 35 લાખ પરિવારને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 50 લાખ કરતા વધુ પરિવારના એકાઉન્ટમાં 1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.
| જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
| Ahmedabad | 2543 | 241 | 128 |
| Baroda | 255 | 58 | 13 |
| Surat | 570 | 20 | 19 |
| Rajkot | 55 | 15 | 0 |
| Bhavnagar | 41 | 20 | 5 |
| Anand | 60 | 18 | 3 |
| Bharuch | 31 | 14 | 2 |
| Gandhinagar | 36 | 12 | 2 |
| Patan | 17 | 11 | 1 |
| Panchmahal | 20 | 0 | 2 |
| Banaskantha | 28 | 1 | 1 |
| Narmada | 12 | 1 | 0 |
| Chhota Udepur | 13 | 5 | 0 |
| Kutch | 6 | 4 | 1 |
| Mehsana | 7 | 2 | 0 |
| Botad | 19 | 2 | 1 |
| Porbandar | 3 | 3 | 0 |
| Dahod | 4 | 1 | 0 |
| Gir Somnath | 3 | 2 | 0 |
| Kheda | 6 | 1 | 0 |
| Jamnagar | 1 | 0 | 1 |
| Morbi | 1 | 1 | 0 |
| Sabarkantha | 3 | 2 | 0 |
| Arvalli | 18 | 0 | 1 |
| Mahisagar | 10 | 0 | 0 |
| Tapi | 1 | 0 | 0 |
| Valsad | 5 | 0 | 1 |
| Navsari | 3 | 0 | 0 |
| Dang | 2 | 0 | 0 |
| Surendranagar | 1 | 0 | 0 |
| Junagadh | |||
| Devbhoomi Dwarka | |||
| Amreli | |||
| TOTAL | 3774 | 434 | 181 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

