ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 230 કેસ સાથે કુલ 3301 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 18 મોત થતા કુલ મૃત્યુઆંક 151 થયો

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. કેન્દ્રની ટીમે પણ રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 31 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 313 લોકો સાજા થયાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં 178 કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3301 પહોંચી છે.

આજના કેસ

  • અમદાવાદ 178
  • સુરત 30
  • આણંદ 8
  • બનાસકાંઠા 1
  • ગાંધીનગર 2
  • ખેડા 1
  • નવસારી 1
  • પાટણ 1
  • રાજકોટ 4
  • વડોદરા 4

છેલ્લા 24 કલાકમાં લોકોના 18 મોત

આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી.

27 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 27 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2810 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 51091 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 3301 પોઝિટિવ આવ્યા છે તો 47790 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જિલ્લાપોઝિટિવ કેસસાજા થયામૃત્યુ
Ahmedabad2181140104
Baroda2345612
Surat5261615
Rajkot45140
Bhavnagar40185
Anand49143
Bharuch29142
Gandhinagar25122
Patan17111
Panchmahal1702
Banaskantha2810
Narmada1200
Chhota Udepur1330
Kutch631
Mehsana720
Botad1201
Porbandar330
Dahod410
Gir Somnath320
Kheda610
Jamnagar101
Morbi100
Sabarkantha320
Arvalli1801
Mahisagar1000
Tapi100
Valsad501
Navsari300
Dang100
Surendranagar100
TOTAL3301313151

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો