ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 394 કેસ નોંધાયા, 29 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 858 થયો અને કુલ કેસ 14063 થયા

કોરોના મહામારીએ ગુજરાતમાં કહેર વરસાવ્યો છે અને અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઇ છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 394 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14063 થઇ છે.

છેલ્લા 24 કલાકમાં 394 કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 279, સુરતમાં 35, વડોદરા 30, ગાંધીનગર 11, ભાવનગર-આણંદ-અરવલ્લીમાં 1-1, રાજકોટ 5, મહેસાણા-પંચમહાલ-મહીસાગરમાં 2-2, ખેડા 3, જામનગર 1, સાબરકાંઠા 14, દાહોદ 4, વલસાડ 1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં કોરોનાના નવા 279 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 35 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 243 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6412 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 858 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.

હાલ ગુજરાતમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 182868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 14063 પોઝિટિવ આવ્યા છે તો 168806 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો