ગુજરાતમાં નવા 94 કેસ સાથે કુલ પોઝિટિવ દર્દી 2272 થયા, અમદાવાદમાં 61 અને સુરતમાં 17 કેસ નોંધાયા, પાંચ દર્દીના મોત

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ રીતે મહરાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતનો નંબર આવી ગયો છે અને મુંબઈ બાદ અમદાવાદનો. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીના ગુજરાતમાં આંકડાકિય માહિતી આપી હતી.

આરોગ્યવિભાગના અગ્રસચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 94 કેસ નોંધાયા છે. 5 લોકો સાજ થયા છે જ્યારે 5 લોકોનું મોત થયું છે. કુલ 2272 કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 95 પર પહોંચ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ક્યાં ક્યા નોંધાયા નવા કેસ

અમદાવાદના 61 કેસ, બોટાદના 21, રાજકોટનો 1, સુરત 17 કેસ, વડોદરા 8 કેસ અને અરવલ્લિના 5 કેસ એમ કુલ 94 કેસ પોઝિટિવ નોંધાયા છે. 2516 ટેસ્ટમાંથી 216 કેસ પોઝિટિવ આવ્યા હતા.

યુવાનનો મૃતદેહ ગુજરાતથી તેનાં વતન આસામ પહોંચાડવા વ્યવસ્થા કરી

મૂળ આસામનાં અને ગુજરાતનાં સાણંદમાં ટીટેક નામની કંપનીમાં નોકરી કરતા રાહુલ બર્મન નામનાં યુવાનનું આજે અવસાન થયું હતું. પણ, લૉકડાઉન વચ્ચે યુવાનનો મૃતદેહ કોઈ સંજોગોમાં આસામ પહોંચે તેમ ન હતો. આવી સ્થિતિમાં આસામના તેના પરિવારજનોએ આસામનાં મંત્રી અને પૂર્વોત્તર ભારતનાં દિગ્ગજ નેતા હેમંત બીસ્વાનો સંપર્ક સાધ્યો હતો. બીસ્વાજીએ આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેગ કરીને એક ટ્વિટ કરી હતી, જેનાં પ્રત્યુતરરૂપે CM રૂપાણીએ તત્કાળ એક્શન લઈને મૃતક યુવાનનો પાર્થિવ દેહ આસામ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી.

કુલ દર્દી 2272, 95ના મોત અને 144 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ13735352
વડોદરા1990708
સુરત3471211
રાજકોટ420012
ભાવનગર320516
આણંદ280204
ભરૂચ240202
ગાંધીનગર170211
પાટણ150111
નર્મદા120000
પંચમહાલ110200
બનાસકાંઠા150001
છોટાઉદેપુર070001
કચ્છ060100
મહેસાણા070002
બોટાદ070100
પોરબંદર030003
દાહોદ030000
ખેડા030000
ગીર-સોમનાથ030002
જામનગર010100
મોરબી010000
સાબરકાંઠા030002
મહીસાગર030000
અરવલ્લી080100
તાપી010000
વલસાડ030000
નવસારી010000
કુલ227295144

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો