ગુજરાતમાં આજે 127 નવા કેસ નોંધાયા, સૌથી વધારે સુરતમાં 69, કલુ પોઝિટિવ દર્દી 2066 થયાઃ જયંતિ રવિ

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 127 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતમાં છે. સુરતમાં 69 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદમાં 50, રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં 1-1વલસાડમાં 2 કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 2066 થઇ છે. રાજ્યમાં વધુ 6ના મોત થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કુલ દર્દી 2066, 77ના મોત અને 131 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12984349
વડોદરા1880708
સુરત3381011
રાજકોટ400009
ભાવનગર320516
આણંદ280203
ભરૂચ230102
ગાંધીનગર170210
પાટણ150111
નર્મદા120000
પંચમહાલ110200
બનાસકાંઠા100001
છોટાઉદેપુર070001
કચ્છ060100
મહેસાણા060000
બોટાદ050100
પોરબંદર030003
દાહોદ030000
ખેડા030000
ગીર-સોમનાથ030001
જામનગર010100
મોરબી010000
સાબરકાંઠા020001
મહીસાગર030000
અરવલ્લી080100
તાપી010000
વલસાડ020000
કુલ206677131

ત્રણ જિલ્લામાંથી દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

પોરબંદરમાં 3, સાબરકાંઠામાં 2 જ્યારે મોરબીમાં 1 કેસ નોંધાયા બાદ તેઓ સહુને સાજા થવા બદલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન 26 લોકોને સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમાં માત્ર અમદાવાદના જ 20 દર્દીઓને સોમવારે હોસ્પિટલમાંથી સાજા થતાં રજા આપવામાં આવી હતી. કુલ 131ને ડિસ્ચાર્જ કરાયા છે.

મહાનગરોમાં 24મી એપ્રિલ સુધી કર્ફ્યૂ લંબાવાયો

રાજ્યમાં અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં કરફ્યુ લંબાવવામાં આવ્યો છે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 34 મોતમાંથી 25 મોત કોટ વિસ્તારના દર્દીના થયા છે. તેમજ રાજકોટમાં પણ 38 દર્દીમાંથી 30 દર્દી જંગલેશ્વરમાં નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો