ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 539 કેસ નોંધાયા અને 20 દર્દીઓના મોત થયાં, અમદાવાદ બાદ સુરતમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના દર્દીઓ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજેપણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
અનલૉકના 19માં દિવસમાં સતત 11મી વખત કોરોનાના 500થી વધુ કેસ
અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો
આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 539 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 26,737 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 306 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 306 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 103 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 535 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 18,702 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ધીમે-ધીમે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. છેલ્લા અઠવાડિયામાં સુરતમાં 554 કેસ નોંધાયા છે. આમ છેલ્લા સરેરાશ દરરોજના 80 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ 76, 15 જૂન 64, 16 જૂન 71, તો 17 જૂનના રોજ 65 નવા કેસ તથા 18 જૂનના રોજ 82 તો 19 જૂનના રોજ 93 કેસ નોંધાયા હતા. આ સાથે જ આજે આ આંકડો વધીને 103 કેસ સુધી પહોંચ્યો હતો.
24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
| 20/06/2020 | પોઝિટિવ કેસ |
| અમદાવાદ | 306 |
| સુરત | 103 |
| વડોદરા | 43 |
| ભરૂચ | 12 |
| ભાવનગર | 9 |
| ગાંધીનગર | 8 |
| નર્મદા | 8 |
| જામનગર | 7 |
| આણંદ | 4 |
| રાજકોટ | 4 |
| મહેસાણા | 4 |
| સુરેન્દ્રનગર | 4 |
| અમરેલી | 4 |
| બનાસકાંઠા | 3 |
| અરવલ્લી | 3 |
| પાટણ | 3 |
| નવસારી | 3 |
| મહીસાગર | 2 |
| ખેડા | 2 |
| વલસાડ | 2 |
| પંચમહાલ | 1 |
| બોટાદ | 1 |
| કચ્છ | 1 |
| દેવભૂમિ દ્વારકા | 1 |
| મોરબી | 1 |
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1639 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 66 લોકો વેન્ટિલેટર પર છે તો 6396 લોકો સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

