ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં:

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં નવા 333 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 5054 થયા છે. જેને લઇને ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં 250 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે 26 દર્દીઓના મોત થયા છે. આ સાથે આજ રોજ 160 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આમ અત્યાર સુધામાં કુલ 262 દર્દીઓના મોત થયા છે અને 17 એપ્રિલ બાદ કોરોનાગ્રસ્ત 896 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

 • આજના કુલ નવા કેસ 
 • અમદાવાદ 250
 • ભાવનગર 6
 • બોટાદ 6
 • દાહોદ 1
 • ગાંધીનગર 18
 • ખેડા 3
 • સુરત 17
 • તાપી 1
 • વડોદરા 17
 • વલસાડ 1
 • મહીસાગર 6
 • છોટા ઉદેપુર 1
 • નવસારી 2
 • પંચમહાલ 1
 • પાટણ 3
 • કુલ 333

છૂટછાટનો મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ નિર્ણય

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, આજે મુખ્યમંત્રી સાથે રાજ્યમાં કયા ઝોનને કેવા પ્રકારની છૂટછાટ આપવાની છે તે અંગે બેઠકમાં ચર્ચા કરવામા આવશે. સીએમ સાથે ચર્ચા કર્યા બાદ છૂટછાટ અંગે જણાવવામાં આવશે. આ ઉપરાંત પરપ્રાંતીયોને તેમના પ્રાંતમાં મોકલવાની કામગીરી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. શ્રમિકો માટે મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે. બસ દ્વારા મધ્યપ્રદેશ, રાજસ્થાનના શ્રમિકોને રવાના કરાયા છે. સુરતથી ટ્રેન ઓરિસ્સા, અમદાવાદથી ટ્રેન આગ્રા જશે. ટ્રેનની ટિકિટ શ્રમિકોએ ખરીદવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો