ગુજરાતમાં ચોવીસ કલાકમાં 681 નવા કેસ નોંધાયા અને 563 ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 1888 અને કુલ કેસ 33,999 થયા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 681 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 33,999 પર‬ પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 563 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 24,601‬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,888‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 227‬‬ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 191 અને સુરત જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,030‬‬ પર પહોંચ્યો છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 211‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,339‬‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 147‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,238‬‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,456‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3631એક્ટિવ કેસ છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

02/07/2020 પોઝિટિવ કેસ
સુરત 227
અમદાવાદ 211
વડોદરા 57
રાજકોટ 26
ભાવનગર 14
જૂનાગઢ 13
બનાસકાંઠા 12
સુરેન્દ્રનગર 12
જામનગર 11
પાટણ 10
ભરૂચ 10
મહેસાણા 9
વલસાડ 8
ગાંધીનગર 7
અમરેલી 7
ખેડા 5
કચ્છ 5
અરવલ્લી 4
પંચમહાલ 4
નવસારી 4
આણંદ 3
બોટાદ 3
સાબરકાંઠા 3
ગીર સોમનાથ 3
દાહોદ 3
છોટા ઉદેપુર 3
મોરબી 3
મહીસાગર 1
દેવભૂમિ દ્વારકા 1
પોરબંદર 1
તાપી 1

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 21339 16252 1456 3631
સુરત 5257 3634 167 1456
વડોદરા 2381 1711 51 619
ગાંધીનગર 677 502 31 144
ભાવનગર 281 152 13 116
બનાસકાંઠા 202 158 11 33
આણંદ 233 192 13 28
રાજકોટ 310 134 8 168
અરવલ્લી 214 171 19 24
મહેસાણા 295 147 12 136
પંચમહાલ 187 142 15 30
બોટાદ 95 65 3 27
મહીસાગર 140 116 2 22
ખેડા 172 119 8 45
પાટણ 217 118 17 82
જામનગર 245 118 4 123
ભરૂચ 253 131 10 112
સાબરકાંઠા 182 119 8 55
ગીર સોમનાથ 80 48 1 31
દાહોદ 64 44 1 19
છોટા ઉદેપુર 60 38 2 20
કચ્છ 170 96 5 69
નર્મદા 91 46 0 45
દેવભૂમિ દ્વારકા 24 18 2 4
વલસાડ 173 58 4 111
નવસારી 125 51 2 72
જૂનાગઢ 121 56 4 61
પોરબંદર 20 10 2 8
સુરેન્દ્રનગર 166 79 8 79
મોરબી 29 14 1 14
તાપી 9 8 0 1
ડાંગ 4 4 0 0
અમરેલી 95 42 7 46
અન્ય રાજ્ય 88 8 1 79
TOTAL 33999 24601 1888 7510

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો