ગુજરાતમાં કોરોનાના નવા 139 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 1743, સૌથી વધુ અમદાવાદમાં 99 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ફરીવાર રાજ્યના આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 139 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 367 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1743 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ સૌથી વધુ 99 કેસ નોંધાયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આજે સારવાર દરમિયાન 5 લોકોના મોત

આજે રાજ્યમાં 5 લોકોના મોત થયાં છે અને 11 લોકોને રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે, હાલ 1632 લોકો સ્ટેબલ છે તો 14 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 105 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. 24 કલાકમાં 3013 ટેસ્ટ કરાયા છે. કુલ 29014 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજના નવા કેસ

  • અમદાવાદ- 99
  • વડોદરા- 14
  • સુરત- 22
  • રાજકોટ-1
  • ભરૂચ-1
  • દાહોદ-1
  • નર્મદા-1

775 કેસ સામેથી પકડીને અઢીથી ત્રણ લાખને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ.કમિશનર

કોરોના અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદમાં દિલ્હી કરતા વસતિ મુજબ અઢી ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે મોટી સંખ્યામાં સામેથી કેસો પકડી પાડ્યા છે. જેમાં મોટાભાગના કેસો લક્ષણો વિનાના છે. આ કોરોનાના બોમ્બને સમય રહેતા ડિફ્યુઝ કર્યાં છે. કુલ 1101 કેસમાંથી પેસિવ સર્વેલન્સમાં માત્ર 203 કેસ છે જ્યારે એક્ટિવ સર્વેલન્સના ફિલ્ડમાં સામે ચાલીને 775 જેટલા કેસ પકડ્યા છે. આમ 400નો સરેરાશ ઈન્ફેક્શન રેટ ગણીએ તો અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવી લીધા છે.

હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે
ત્રીજી મેના રોજ જ્યારે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે દરેક શહેર, જિલ્લા અને રાજ્યમાં કેટલા એક્ટિવ ચેપગ્રસ્ત કેસો સામાન્ય જનતામાં ફરી રહ્યા છે તેના પરથીફરી ઈન્ફેક્શન રેટ વધશે. ત્રીજી મે સુધીમાં સામેથી એક એક કેસ શોધીને સામાન્ય જનતામાંથી દૂર કરવાના છે. જેથી લોકાડાઉન બાદ વધનારા કેસોમાં પણઘટાડો કરી શકાશે. હાલના તબક્કે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ વધુ કેસો આવી રહ્યા છે પણ હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે કારણ કે હોટસ્પોટવિસ્તારમાંથી 90 ટકા શંકાસ્પદોના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. હવે આ વિસ્તારોમાં કેસોમાં ઘટાડો જોવા મળશે. આજના મોટાભાગનાનવા કેસો નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલિપ રોડ, ત્રણ દરવાજા, મણીનગર, મેઘાણીનગર, જીવરાજ પાર્ક, દુધેશ્વર, જુહાપુરામાં સામે આવ્યા છે.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 1101 29 32
Amreli 0 0 0
Anand 28 3 2
Aravalli 1 0 1
Banaskantha 10 1 0
Bharuch 23 2 1
Bhavnagar 32 15 4
Botad 5 0 1
Chhota Udaipur 7 1 0
Dahod 3 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 10 2
Gir Somnath 2 1 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 4 0 1
Kheda 2 0 0
Mahisagar 2 0 0
Mehsana 5 0 0
Morbi 1 0 0
Narmada 12 0 0
Navsari 0 0 0
Panchmahal 9 0 2
Patan 15 11 1
Porbandar 3 3 0
Rajkot 36 9 0
Sabarkantha 2 1 0
Surat 242 11 8
Surendranagar 0 0 0
Tapi 0 0 0
Vadodara 180 8 7
Valsad 0 0 0
TOTAL 1743 105 63

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો