ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 391 કેસ નોંધાયા, 34ના મોત થયા અને 191 દર્દીઓ સાજા થયા, કુલ 11380 કેસ થયા

કોરોનાને લઇને લૉકડાઉન પાર્ટ-4ની જાહેરાત થઇ ચૂકી છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થઇ ચૂક્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 391 કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ 11380 કેસ થયા છે.

પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 11380 થઇ છે. તો કોરોનાના 191 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં છે.

અમદાવાદમાં 276, સુરતમાં 45, વડોદરામાં 21, કચ્છમાં 14, ખેડામાં 6, સાબરકાંઠામાં 6, ગાંધીનગરમાં 5, પાટણમાં 4 નવા કેસ. પંચમહાલમાં 2, ગીર સોમનાથમાં 2, દાહોદમાં 2, ભાવનગર, આણંદ,અરવલ્લી, જામનગર, વલસાડ, જુનાગઢ, પોરબંદર, અમરેલીમાં 1-1 નવા કેસ

જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં રિકવરી રેટ વધ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 39.53% થયો છે. વધુમાં તેમણે કહ્યું કે, વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે. ભારતમાં વેન્ટિલેટર મળવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઇને ગુજરાતથી ધમણ-1 વેન્ટિલેટર અન્ય રાજ્યમાં પણ મોકલાશે. આ ધમણ-1માં અન્ય પાર્ટ્સ લગાવવામાં આવશે. વધારાની એસેસરિઝ લગાવવામાં આવશે.

કચ્છમાં કોરોનાના એક સાથે 14 પોઝિટિવ કેસ

કચ્છમાં કોરોનાના એકસાથે 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને કારણે સમગ્ર જિલ્લાની જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમ કુમાર કન્નરે આપેલી માહિતી મુજબ માંડવીના કોડાય અને મસ્કામાં બે, ભચાઉ તાલુકામાં 7 અને અબડાસામાં 5 મળી કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉ 4.0 શરૂ થશે. આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. આ અંગે નિર્ણય કરવા આજે સાંજે 5 વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હાઈ લેવલ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શક્યો નથી. આ મામલે આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. તેમજ રાજ્યમાં કર્ફ્યુંનો કડક અમલ કરાશે. નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે.મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.200નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો