ગુજરાતમાં કોરોનાના વધુ 92 કેસ સાથે આંકડો 1032 પર પહોંચ્યો, અમદાવાદમાં 45 અને સુરતમાં 14 કેસ વધ્યાઃ જયંતિ રવિ

કોરોનાનો ભરડો દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યો છે. એમાં. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર તો કોરોનાએ માઝા મૂકી છે. આજે આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાની આંકડકિય માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 92 કેસ નોંધાયા છે.2 લોકોના મોત થઈ ચુક્યા છે. 1032 પોઝિટિવ કેસ, 74 લોકો સાજા થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં નવા 92 કેસ નોંધાયા છે. 2 લોકોના મોત સાથે મોતનો આંકડો 38 જેટલો થઈ ચુક્યો છે. કુલ કેસની સંખ્યા 1032 પર પહોંચી છે.

  • અમદાવાદ 45
  • સુરતમાં 14
  • વડોદરામાં 9
  • આણંદ 1
  • ભરૂચમાં 8
  • બોટાદ 3
  • છોટા ઉદેપુર 1
  • દાહોદ 1
  • ખેડા 1
  • મહિસાગરમાં 1
  • નર્મદા 5
  • પંચમહાલ 2
  • પાટણ 1

વડોદરામાં મોડી રાત્રે એક યુવકનું અને અરવલ્લીમાં પ્રથમ દર્દીનું મોત નીપજતાં કુલ મૃત્યાંક 38 થયો છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.

છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 929 નેગેટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.

રાજ્યમાં 1032 પોઝિટિવ કેસ, 38મોત અને 73ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 545 17 21
વડોદરા 128 06 07
સુરત  88 05 10
રાજકોટ 29 00 08
ભાવનગર 26 03 10
આણંદ 25 00 00
ગાંધીનગર 17 01 09
પાટણ 15 01 04
ભરૂચ 17 00 00
પંચમહાલ 06 01 00
બનાસકાંઠા 06 00 00
નર્મદા 06 00 00
છોટાઉદેપુર 05 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 04 00 00
પોરબંદર 03 00 03
ગીર-સોમનાથ 02 00 01
દાહોદ 02 00 00
ખેડા 02 00 00
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 01 00 00
બોટાદ 04 01 00
મહિસાગર 01 00 00
અરવલ્લી 01 01 00
કુલ 1032 38 73

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો