ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 78,783 થયો

ભારતમાં કોરોનાના કેસ 25 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1120 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 78,783 પર પહોંચ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે કોરોનાના 1120 કેસ જ્યારે 959 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 61,496 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 78.06 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, દાહોદ, અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 159, અમદાવાદ કોર્પોરેશન 149, વડોદરા કોર્પોરેશન 99, સુરત 69, રાજકોટ કોર્પોરેશન 65, જામનગર કોર્પોરેશન 52, પંચમહાલ 45, રાજકોટ 34, કચ્છ 31, ભરૂચ 30, ભાવનગર કોર્પોરેશન 27, દાહોદ 26, અમરેલી 25, મહેસાણા 22, જુનાગઢ કોર્પોરેશન 20, બનાસકાંઠા 19, ગાંધીનગર 19, દેવભૂમિ દ્વારકા 16, ગીર સોમનાથ 16, અમદાવાદ 15, જુનાગઢ 14, નવસારી 14, ખેડા 13, મોરબી 13, ભાવનગર 11, ગાંધીનગર કોર્પોરેશન 10, પોરબંદર 10, સાબરકાંઠા 10, આણંદ 9, મહીસાગર 9, પાટણ 9, વડોદરા 9, બોટાદ 8, નર્મદા 8, છોટા ઉદેપુર 6, જામનગર 6, વલસાડ 6, સુરેન્દ્રનગર 5, અરવલ્લી 3, તાપી 3, અન્ય રાજ્ય 6 કેસો મળી કુલ 1120 કેસો મળ્યા છે.

કોરોનાથી કેટલા દર્દીના મોત ?

રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2787 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 25 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 49 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો