આજે ગુજરાતમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં પણ વધુ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766 થયા

રાજ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે. આજે દિવસ દરમિયાન કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેમાંથી 46 કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 766 થઈ ગયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે,આજરોજ કોરોના વાયરસને કારણે 3 મોત થયાં છે. તો આજે 6 વેન્ટિલેટર પર છે. ત્યારે આજે રાજ્યમાં 4 સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 3213 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 116 પોઝિટિવ તો નેગેટિવ 3097 છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 19197 ટેસ્ટ કરાયા છે. 669 સારવાર હેઠળ છે.

આજના નવા કેસ

  • અમદાવાદમા – 46
  • સુરત- 3
  • વડોદરા – 5
  • રાજકોટ – 6
  • ભરુચ – 2
  • આણંદ- 7
  • નર્મદા – 2

સવારે રાજકોટના જંગલેશ્વરમાં રહેતી માત્ર 11 દિવસની બાળકી સહિત ત્રણ કેસ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં સાંજે બાળકીના માતા-પિતા અને85 વર્ષના વૃદ્ધનાપણ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 24 થઇ છે. આજે નોંધાયેલા જંગલેશ્વરના 5કેસના સંપર્કમાં આવેલા 49 વ્યક્તિને શોધીને તેમાંથી 11ને સરકારી ફેસિલિટી ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. બાકીના 36 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે 2 લોકોને આઇશોલેશન વોર્ડમાં ખસેડી સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક વાગ્યા સુધીમાં માસ્ક ન પહેરનાર 94 શખ્સોને ઝડપી 94 હજારનો દંડ ફટકાર્યો હતો.અત્યાર સુધીમાં કુલ 500 લોકો પાસેથી 5 લાખ રૂપિયા દંડ વસુલાત કરવામાં આવી છે. બોટાદમાં 80 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પ્રથમ કેસ નોંધાયો છે.

કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિમાં હાલ લોકડાઉન-2 ચાલી રહ્યું છે. જેને પગલેમુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકકેન્દ્ર સરકારની ગાઈડ લાઇન્સ અન્વયેરાજ્યના ઉદ્યોગો, બાંધકામ અને આર્થિક ગતિવિધિઓમાં છૂટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ પ્લાનનીઆવતીકાલે (16 એપ્રિલ)જાહેરાત કરવામાં આવશે.

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં સેલ્ફ આઈસોલેટ થયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાનભાઇ ખેડાવાલા, ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના ખબરઅંતર લીધા છે. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર બે આઇસોલેશનમાં છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ઇમરાન ખેડાવાલા જે હાલ સારવારમાં છે તેમના ખબરઅંતર પૂછ્યા હતા. તેમજ તેમને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. વિજય રૂપાણીએ ઇમરાન ખેડાવાલા સહિત આ ત્રણેય જનપ્રતિનિધિઓ ત્વરિત સ્વસ્થ થઇને ફરી પોતાના વિસ્તારના નાગરિકો-લોકોની સેવાના કાર્યોમાં લાગી જાય તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો