ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ, 20ના મોત, મૃત્યુઆંક 586 અને કુલ કેસ 9,592 થયા

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 324 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 9592 થઇ છે.

અમદાવાદમાં કોરોનાના નવા 265 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 265 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 16 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 191 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 3753 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાંથી રિકવરી રેટ 38.43 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં ક્યા જિલ્લામાં નોંધાયા કોરોના વાયરસના દર્દીઓ તેની વિગત નીચે પ્રમાણે છે

  • અમદાવાદ 265
  • વડોદરા 13
  • સુરત 16
  • ભાવનગર 3
  • આણંદ 2
  • ગાંધીનગર 4
  • પાટણ 3
  • પંચમહાલ 2
  • બનાસકાંઠા 1
  • છોટા ઉદેપુર 4
  • મહેસાણા 6
  • પોરબંદર 1
  • ગીર-સોમનાથ 4
  • કુલ 324

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 586 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.

હાલ ગુજરાતમાં 43 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 124709 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 9592 પોઝિટિવ આવ્યા છે તો 115117 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 6910 2247 465
Baroda 605 363 32
Surat 983 574 44
Rajkot 66 51 2
Bhavnagar 103 46 7
Anand 82 70 7
Bharuch 32 25 2
Gandhinagar 146 61 5
Patan 34 22 2
Panchmahal 68 37 4
Banaskantha 83 41 3
Narmada 13 12 0
Chhota Udepur 21 14 0
Kutch 14 6 1
Mehsana 73 37 2
Botad 56 29 1
Porbandar 4 3 0
Dahod 20 11 0
Gir Somnath 22 3 0
Kheda 33 14 1
Jamnagar 33 2 2
Morbi 2 1 0
Sabarkantha 27 9 2
Arvalli 76 22 2
Mahisagar 47 35 1
Tapi 2 2 0
Valsad 6 4 1
Navsari 8 7 0
Dang 2 2 0
Surendranagar 3 1 0
Devbhoomi Dwarka 12 0 0
Junagadh 4 2 0
Amreli 1 0 0
Other State (Rajasthan) 1 0 0
TOTAL 9592 3753 586

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો