ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1326 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,13,662 થયો
ભારતમાં કોરોના વાયરસના કેસ 47 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1326 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે મહાનગરો બાદ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ સાજા થયા છે.
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1326 નવા કેસ સાથે કુલ આંક 1,13,662 પર પહોંચ્યો છે. તો આજે 1,205 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 94,010 દર્દીઓ સાજા થયા છે. આજે સંક્રમણથી 15 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3213 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 68,828 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,88,811 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16439 છે.
સુરતમાં 300 અને સુરેન્દ્રનગરમાં 71 દર્દી સાજા થયા
રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.71% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,205 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 156, સુરતમાં 300, જામનગરમાં 114, વડોદરામાં 108 અને રાજકોટમાં 122 બાદ સુરેન્દ્રનગરમાં 71 સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.
આજે મહાનગરો સુરતમાં 281, અમદાવાદમાં 172 કેસ, વડોદરામાં 124, રાજકોટમાં 146 કેસ બાદ જામનગરમાં 151 કેસ અને મહેસાણા 32, ભાવનગર 69, પંચમહાલ 30, ગાંધીનગર 46, કચ્છ 28, અમરેલી 25, ભરૂચ 21, જુનાગઢ 36, સુરેન્દ્રનગર 19, બનાસકાંઠા 18, દાહોદ 17, મોરબી 15, ગીર સોમનાથ 14, સાબરકાંઠા 13, ખેડા 11, પાટણ 11, આણંદ 10, નર્મદા 9, મહીસાગર 8, નવસારી 8, તાપી 8, વલસાડ 8, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 6, પોરબંદર 5, અરવલ્લી 3, છોટા ઉદેપુર 2 કેસો મળી કુલ 1326 કેસો મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

