ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 364 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 292 નવા કેસ સાથે શહેરમાં કુલ દર્દીઓનો આંકડો 6645 થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધી બાકી રહેલા અમરેલી જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સમગ્ર ગુજરાત કોરોનાની ઝપટમાં આવી ગયું છે.

પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 9268 થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના આજે મોત થયા છે. તો રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ 38 ટકા થયો.

આજના નવા કેસ

  • અમદાવાદ 292
  • વડોદરા 18
  • સુરત 23
  • ભાવનગર 3
  • પાટણ 2
  • પંચમહાલ 1
  • બનાસકાંઠા 1
  • મહેસાણા 8
  • ગીર-સોમનાથ 1
  • ખેડા 1
  • જામનગર 3
  • અરવલ્લી 1
  • મહીસાગર 1
  • દેવભૂમિ દ્વારકા 7
  • જુનાગઢ 1
  • અમરેલી 1
  • કુલ 364


આજે રાજ્યમાં 316 દર્દીઓ થયાં સાજા

આ સાથે આજ રોજ 315 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 3562 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

39 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 39 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5101 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 12297 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 9268 પોઝિટિવ આવ્યા છે તો 113029 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્યમાં એસટી બસ સેવા શરૂ થશે, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ચાલશે બસો

રાજ્યમાં તબક્કાવાર લોકડાઉનમાં હળવાશ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે એસટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ બસો ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ ચાલશે. રેડ ઝોનમાં બસો દોડાવવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણના આ સમયમાં પણ પ્રજાહિતના કામોના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 6645 2112 446
Baroda 592 355 32
Surat 967 562 43
Rajkot 66 51 2
Bhavnagar 100 46 7
Anand 80 70 7
Bharuch 32 25 2
Gandhinagar 142 53 5
Patan 31 22 2
Panchmahal 66 33 4
Banaskantha 82 36 3
Narmada 13 12 0
Chhota Udepur 17 14 0
Kutch 14 6 1
Mehsana 67 37 2
Botad 56 22 1
Porbandar 3 3 0
Dahod 20 5 0
Gir Somnath 18 3 0
Kheda 33 10 1
Jamnagar 33 2 2
Morbi 2 1 0
Sabarkantha 27 7 2
Arvalli 76 22 2
Mahisagar 47 35 1
Tapi 2 2 0
Valsad 6 4 1
Navsari 8 7 0
Dang 2 2 0
Surendranagar 3 1 0
Devbhoomi Dwarka 12 0 0
Junagadh 4 2 0
Amreli 1 0 0
Other State (Rajasthan) 1 0 0
TOTAL 9268 3562 566

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો