ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1365 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,12,336 થયો
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ 1365 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 112336એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3198એ પહોંચ્યો છે. જ્યારે 1335 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 82.61 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 74,781 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 4, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3198એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 92,805 નાગરીકો સાજા થઈ ગયા છે. 3198ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,333 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 90 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,243 સ્ટેબલ છે.
| 12/09/2020 | પોઝિટિવ કેસ |
| અમદાવાદ | 175 |
| સુરત | 278 |
| વડોદરા | 123 |
| ગાંધીનગર | 37 |
| ભાવનગર | 41 |
| બનાસકાંઠા | 26 |
| આણંદ | 6 |
| રાજકોટ | 146 |
| અરવલ્લી | 2 |
| મહેસાણા | 50 |
| પંચમહાલ | 29 |
| બોટાદ | 10 |
| મહીસાગર | 10 |
| ખેડા | 9 |
| પાટણ | 31 |
| જામનગર | 125 |
| ભરૂચ | 19 |
| સાબરકાંઠા | 10 |
| ગીર સોમનાથ | 15 |
| દાહોદ | 20 |
| છોટા ઉદેપુર | 4 |
| કચ્છ | 18 |
| નર્મદા | 14 |
| દેવભૂમિ દ્વારકા | 9 |
| વલસાડ | 7 |
| નવસારી | 15 |
| જૂનાગઢ | 39 |
| પોરબંદર | 6 |
| સુરેન્દ્રનગર | 19 |
| મોરબી | 28 |
| તાપી | 19 |
| ડાંગ | 0 |
| અમરેલી | 25 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

