ગુજરાતમાં 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી થયા, વડોદરામાં એકનું મોત થતા રાજ્યમાં મૃત્યુઆંક 25એ પહોંચ્યો

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા પછી વધુ 23 કેસ નોંધાતા 24 કલાકમાં 51 નવા દર્દીઓ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દી 519 થઈ ગયા છે. જ્યારે સાંજે વડોદરમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 25 થયો છે અને 44 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં આજે 39, સુરતમાં 3, વડોદરાના નાગરવાડામાં 4 સહિત 6 અને આણંદમાં 3 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 24 કલાકમાં કુલ 4ના મોત થયા છે. જેમાં 3 મોત સિવિલ હોસ્પિટલમાં અને 1 SVP હોસ્પિટલમાં મોત થયું છે. ઉલ્લેખનીય કે, આરોગ્ય અગ્ર સચિવે કોરોના અંગે સાંજે આપેલી અપડેટમાં સુરતના ત્રણ પોઝિટિવ કેસનો ઉલ્લેખ નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે સાડા સાત વાગ્યે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીમાંથી 24ના મોત થયા છે. જ્યારે 444ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2012ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 48 પોઝિટિવ અને 1632 નેગેટિવ અને 332 રિપોર્ટ પેન્ડિગ છે. અત્યાર સુધીમાં 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 516 પોઝિટિવ, 10867 નેગેટિવ અને 332 રિપોર્ટ પેન્ડીગ છે.

39 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 282 દર્દી, અત્યાર સુધીમાં 12ના મોત

અમદાવાદના નવા 39 કેસમોટેરા, રાયખડ, ઓઢવ, નરોડા મણિનગર,જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 282કોરોનાના દર્દી થઈ ગયા છે અને મૃત્યુઆંક 12એ પહોંચ્યો છે.

અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. રાજકોટ અને વડોદરામાં પહેલીવાર રૂ.1000નો દંડ જ્યારે અમદાવાદમાં રૂ.5 હજારનો દંડ ફટકારાશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિન કુમારે કહ્યું કે,રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે.

અમદાવાદમાં જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો રૂ. 5 હજારનો દંડ કરવામાં આવશે અને જો દંડ નહી ભરે તો ત્રણ વર્ષની જેલ થઈ શકે છે

કોરોનાને કારણે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં આજે મૃત્યુ પામેલા75 વર્ષીયપુરુષ હાયપર ટેન્શનના દર્દી હતા.

રાજ્યમાં 519પોઝિટિવ કેસ, 25મોત અને 44 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 282 12 11
વડોદરા 101 3 7
સુરત 31 4 7
ભાવનગર 23 2 4
રાજકોટ 18 00 5
ગાંધીનગર 15 01 7
પાટણ 14 1 00
કચ્છ 04 00 00
ભરૂચ 08 00 00
આણંદ 08 00 00
પોરબંદર 03 00 03
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 03 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 00 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ  519 25 44

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો