છેલ્લા 24 કલાકમાં ગુજરાતે રેકોર્ડ તોડી નાંંખ્યો, એક જ દિવસમાં કોરોનાના કેસમાં 513 નવા કેસ નોઁધાયા અને 38 દર્દીઓના મોત થયા

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 22 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અનલૉક બાદ રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 513 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 22067 થઇ છે. આજે 366 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 38 દર્દીઓના મોત થતા મૃતાંક 1385 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 15635 કોરોનાના કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 330 કેસ નોંધાયા છે આ સાથે કુલ 15635 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા તેમાં એકલા અમદાવાદના 25 દર્દીઓના મોત થયા છે. જેને લઇને અમદાવાદનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 1117 થાય છે, જ્યારે 10873 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 3645 હાલ અમદાવાદમાં ઍક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

11/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 330
સુરત 86
વડોદરા 39
ગાંધીનગર 11
ભરૂચ 7
આણંદ 5
મહેસાણા 5
ભાવનગર 3
જામનગર 3
જૂનાગઢ 3
બનાસકાંઠા 2
રાજકોટ 2
અરવલ્લી 2
ખેડા 2
સાબરકાંઠા 2
દાહોદ 2
કચ્છ 2
અન્ય રાજ્ય 2
પંચમહાલ 1
ગીર સોમનાથ 1
છોટા ઉદેપુર 1
નર્મદા 1
સુરેન્દ્રનગર 1

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો