ગુજરાતમાં 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 21554 કેસ, 34 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 1347

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 21 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અનલૉક બાદ રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 510 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 21554 થઇ છે. આજે 370 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 14743 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેથી હવે કુલ કેસના ઍક્ટિવ કેસ માત્ર 25 ટકા રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 34 દર્દીઓના મોત થતા મૃતાંક 1347 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં કોરોનાના નવા 343 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 343 કેસ, તો સુરતમાં 73 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. રાજ્યમાં 34 દર્દીઓના મોત થયા તેમાં એકલા અમદાવાદના 26 દર્દીઓના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

10/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 343
સુરત 73
વડોદરા 35
ભાવનગર 8
ખેડા 6
રાજકોટ 5
આણંદ 4
અરવલ્લી 4
મહેસાણા 4
સાબરકાંઠા 4
સુરેન્દ્રનગર 4
અન્ય રાજ્ય 3
ગાંધીનગર 2
જામનગર 2
ભરૂચ 2
કચ્છ 2
જૂનાગઢ 2
પોરબંદર 2
મોરબી 2
પંચમહાલ 1
પાટણ 1
છોટા ઉદેપુર 1

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો