ચીનમાં કોરોના વાયરસ દર મિનિટે કાળ બનીને ત્રાટકી રહ્યો છે, 24 કલાકમાં મોતનો આંકડો જાણી લાગશે આંચકો

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસ પોતાના ભરડામાં લઇ રહ્યો છે. દરેક મિનિટે કોરોના કાળ બનીને ત્રાટકી રહ્યો છે. આ બીમારીથી મરનારની સંખ્યા 1631 થઇ ગઇ છે. માત્ર શુક્રવારે જ ચીનમાં 143 લોકોના મોત થતા સુનકારો વ્યાપી ગયો છે.

કોરોના વાયપસનું કેન્દ્ર બનેલા હુબેઇ પ્રાંતમાં આ બીમારીએ 2420 નવા લોકોને ઝપટમાં લઇ લીધા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારીઓએ કહ્યું કે શુક્રવારના રોજ હુબેઇ પ્રાંતમાં આ બીમારીથી 139 લોકોના મોત થયા છે. જ્યારે હેનાનમાં 2 લોકો આ વાયરસની ઝપટમાં આવતા મોતને ભેટ્યા છે.

નવી હોસ્પિટલમાં 1000થી વધુ દર્દી દાખલ

વુહાનમાં નવી બનેલી હ્વોશેનશાન હોસ્પિટલમાં દાખલ નોવેલ કોરોના વાયરસ નિમોનિયાના દર્દીઓની સંખ્યા એક હજાર સુધી પહોંચી ગઇ છે. કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયા બાદ ચીને આનન-ફાનનમાં આ હોસ્પિટલને બનાવી હતી.

13 ફેબ્રુઆરીના રોજ બપોર બાદ પહેલા તબક્કાના 7 દર્દી હોસ્પિટલમાં સ્વસ્થ થઇ બહાર નીકળ્યા, જેમાં સૌથી વૃદ્ધ 66 વર્ષના છે અને સૌથી નાના 33 વર્ષના છે. દર્દીઓના પુનર્વાસ માટે હોસ્પિટલ દરેક દર્દી માટે એક ખાસ સારવાર યોજના બનાવી રહ્યું છે, જેમાં મનોવૈજ્ઞાનિક પરામર્શ, આહાર અને દિનચર્યાની અન્ય બાબતો સામેલ છે.

બીમારીની સારવાર કરી રહેલા 1716 લોકો ઝપટમાં આવ્યા

અત્યાર સુધી આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા એક હજાર સુધી પહોંચી ગઇ છે, જેમાં ગંભીર રીતે પીડિત લોકોની સ્થિતિ સ્થિર બની છે. ચીની સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારના રોજ કહ્યું કે તેમના 1716 ચિકિત્સા કર્મચારી નોલે કોરોનાવાયરસની ઝપટમાં આવી ચૂકયા છે.

આ સંખ્યા દેશમાં વાયરસની પુષ્ટિ થયેલા કુલ કેસના 3.8 ટકા છે. સમાચાર એજન્સી સિન્હુઆએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના હવાલે કહ્યું કે તેમાંથી છ લોકોના મોત વાયરસથી થઇ ચૂકયા છે, જે દેશમાં થયેલા કુલ મોતના 0.4 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો