ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર, મૃત્યુઆંક જાણીને લાગશે ધ્રાસકો, 27000થી વધુ ઈન્ફેક્શનના કેસ નોંધાયા, 15થી વધારે શહેરોને લોકડાઉન કરાયા

ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા 562 થઈ ગઈ છે. હુબેઈ રાજ્યમાં બુધવારે કુલ 70 લોકોના મોત થયા છે. સીએનએનના જણાવ્યા પ્રમાણે, ચીનમાં અત્યાર સુધી 27,378 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. ચીનની બહાર હોંગકોંગ અને પેલેસ્ટાઈનમાં પણ 1-1 યુવકનું મોત થયું છે. ચીન વિદેશ મંત્રાલય પ્રમાણે 21 દેશોમાંથી બેઈજિંગમાં ફેલાયેલી મહામારીને રોકવા અને નિયંત્રણમાં લેવા માટે ડોનેશન મળ્યું છે.

ચીનના 15થી વધારે શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. તેનાથી અંદાજે 6 કરોડ લોકોના ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમગ્ર દુનિયાના ડોક્ટર્સ વૈશ્વિક મહામારી રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના સતત ફેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા અને ચીન સિવાય અન્ય સાત દેશોમાં કોરોનાનું ઈન્ફેક્શન ફેલાયું છે.

ફિલિપીન્સ અને હોંગકોંગમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે. વાયરસ પીડિત લોકોની દેશવાર સંખ્યા આ પ્રકારે છેઃ ચીન- ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 20,400 મામલા સામે આવી ચુક્યા છે. તેમાં મોટા ભાગના વુહાન શહેરમાંથી સામે આવ્યા છે. 425થી વધુ લોકોના ચીનમાં મોત થયા છે. એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં આવનારા દેશોમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંથ્યા આ પ્રકારે છેઃ સિંગાપુર- 24, જાપાન-20, થાઈલેન્ડ-19, હોંગકોંગ-17, એક વ્યક્તિના મોત સહિત દક્ષિણ કોરિયા- 16, ઓસ્ટ્રેલિયા – 12, મલેશિયા -10, તાઇવાન 0 10, વિયતનામ – 10, મકાઉ- 9, ભારત- 3, પાકિસ્તાન- 1, ફિલિપીન્સ- 2, એક વ્યક્તિના મોત સહિત નેપાળ, શ્રીલંકા અને કંબોડિયા- 1-1.

કોરોના વાઈરસ પર નજર રાખવા માટે એક કમિટી બનાવવામાં આવી

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષ વર્ધન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી, અશ્વિની કુમાર ચૌબે અને મનસુખ લાલની એક કમિટી બનાવાવમાં આવી છે. તેઓ સતત કોરોના વાઈરસ રોકવાનો પ્રયત્ન કરશે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખશે.

ઘણાં દેશોએ તેમના લોકોને ચીનથી પરત બોલાવ્યા

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે અસ્થાયી રીતે અન્ય દેશોના તે નાગરિકોના આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેમણે તાજેતરમાં ચીનની યાત્રા કરી હોય. વિયતનામે પણ ચીનથી આવતી-જતી દરેક ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ 3 ફેબ્રુઆરીથી ચીન સાથેની રેલવે સેવા સસ્પેન્ડ કીર દીધી છે. ભારત, અમેરિકા, જર્મની, ઈરાન અને શ્રીલંકા સહિત ઘણાં દેશોએ ચીનથી તેમના નાગરિકોને પરત બોલાવી લીધા છે. નેપાળ પણ તેના દેશના લોકોને પરત બોલાવી રહ્યા છે.

ઉત્તરી અમેરિકામાં પણ વાયરસના મામલા સામે આવ્યા છે. પ્રભાવિત દેશોમાં અમેરિકા- 11, કેનેડા- 4. કોરોના વાયરસે યૂરોપીય દેશોને પણ પોતાની ઝપેટમાં લીધા છે, જેના આંકડા આ પ્રકારે છેઃ જર્મની – 12, ફ્રાન્સ- 6, બ્રિટન- 2, ઇટાલી-2, રૂસ- 2, ફિનલેન્ડ, સ્પેન, સ્વીડન- 1-1 તો પશ્ચિમ એશિયામાં માત્ર સંયુક્ત અરબ અમીરાતમાં 5 મામલા સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો