કોરોના વાયરસને લઈને શું ચીન જુઠ્ઠુ બોલે છે?, 24,000 ચીનાઓના મોતથી દુનિયાભરમાં હાહાકાર, તાઇવાનના સમાચાર પત્રના રિપોર્ટ પ્રમાણે ચીન વાયરસથી મોતના આંકડાને આ રીતે બતાવે છે ઓછો

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી લોકો નિરાધાર થઇ ગયા છે. પ્રાર્થના માટે લોકો બે હાથ જોડવા લાગ્યા છે. કોરોના વાયરસ એટલો ખતરનાક છે કે શ્વાસોમાં એ રીતે ઘૂસી રહ્યો છે કે માસ્ક પહેરેલા ચહેરા સતત વધી રહ્યા છે. કોરોના નામનો રાક્ષસ દરરોજ લોકોની બલિ લઇ રહ્યું છે અને તેની ભૂખ દરરોજ વધી રહી છે. અમેરિકા સુધી મારણ કરનાર મિસાઇલ ધરાવતા ચીનને તો આ વાયરસે હચમચાવી દીધા છે. બુધવારના રોજ ચીનમાં બીજા 73 લોકોને આ બીમારીથી મોત થયા છે. આમ આ બીમારીથી અત્યાર સુધીમાં 563 લોકોના મોત થઇ ચૂકયા છે અને હજારો લોકો તેની ઝપટમાં આવી ગયા છે. આવો અમે તમને એક એવી માહિતી જણાવી રહ્યા છે જો તે ખરેખર સાચી હશે તો દુનિયા માટે મોટો આંચકો હશે.

ટેનસેંટનો ડેટા લીક

સોશિયલ મીડિયા પર અટકળો તેજ થઇ ગઇ છે કે ચીની કંપની ટેનસેંટ બે રીતે ડેટા મૂકી રહી છે. એક મૃતકોનો અને અસરગ્રસ્ત લોકોનો અસલી ડેટા અને બીજો સરકાર દ્વારા ‘સ્વીકૃત ડેટા’. તો કેટલાંક લોકોનું માનવું છે કે કોડિંગની ગડબડીના લીધે ટેનસેંટનો આ અસલી ડેટા ઓનલાઇન લીક થઇ ગયો. કેટલાંક લોકો એમ પણ માને છે કે ટેનસેંટમાં કામ કરનાર કોઇ વ્યક્તિએ જાણી જોઇને અસલી ડેટા લીક કરી દીધો છે જેથી કરીને દુનિયાને વાસ્તવિક સ્થિતિની ખબર પડી શકે.

વાયરસથી મોતના આંકડાને આ રીતે બતાવે છે ઓછો

તાઇવાન ન્યૂઝના સૂત્રોના હવાલે કહ્યું કે વુહાનમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સારવાર થઇ રહી નથી અને તેઓ હોસ્પિટલની બહાર જ મરી રહ્યા છે. આ સિવાય ટેસ્ટ કિટની મોટી અછત છે તેના લીધે કેટલાંય કેસ પકડમાં આવતા નથી અને લોકોના મોત થઇ રહ્યા છે. એમ પણ કહેવાય છે કે કોઇના મોત પર ડૉકટર્સને નિર્દેશ છે કે તેઓ કોરોનાની જગ્યાએ બીજી કોઇ બીમારીથી મોતનું કારણ લોકોને બતાવે જેથી કરીને મોતનો આંકડો ઓછો બની રહે.

…તો કોરોના વાયરસથી 24000 લોકો મરી ગયા?

તાઇવાનના સમાચાર પત્ર તાઇવાન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ચીનની કંપની ટેનસેંટે શનિવારના રોજ કહ્યું કે કોરોના વાયરસથી 154,023 લોકોને અસર થઇ છે અને 24,589 લોકોના મોત થઇ ગયા છે. ટેનસેંટનો આ આંકડો ચીનના સત્તાવાર આંકડા કરતા લગભગ 80 ગણો વધુ હતો. જો કે બાદમાં તેમણે પોતાના આંકડામાં ફેરફાર કર્યો અને કહ્યું કે 14,446 લોકો જ બીમારીથી પીડિત છે અને 304 લોકોના મોત થયા છે.

73 અને… કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 563ના મોત

ચીનમાં ઘાતક કોરોના વાયરસથી બુધવારના રોજ બીજા 73 લોકોના મોત થતા આ સંખ્યા વધીને 563 થઇ ગઇ છે અને આ વિષાણુથી સંક્રમિત થતા 28018 કેસની પુષ્ટિ થઇ છે. ચીન રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે બુધવારના રોજ આનાથી 73 લોકોના મોત થયા છે અને તેમાંથી 70 હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનથી હતા, જ્યાં તેનાથી સૌથી વધુ લોકોના મોત થયા છે.

ફેલાઇ રહ્યો છે વાયરસ

આયોગે કહ્યું કે દેશમાં અત્યાર સુધી આ વાયરસની ઝપટમાં આવતા કુલ 563 લોકોના મોત થયા છે. 28018 કેસની પુષ્ટિ થઇ છે. બુધવારે 5328 નવા કેસની પુષ્ટિ થઇ. જેમાંથી 2987 હુબેઇ પ્રાંતમાંથી સામે આવ્યા. ચીનમાં બુધવારના રોજ 640 દર્દી ગંભીર રીતે બીમાર થયા અને કુલ 3859 લોકોની તબિયત ગંભીર કહેવાય છે.

ચીનથી બહાર અત્યાર સુધીમાં 182 કેસ

આયોગે કહ્યું કે બુધવાર સુધી હોંગકોંગમાં તેના સંક્રમણ 21, મકાઉમાં 10, અને તાઇવાનમાં 11 કેસ સામે આવ્યા હતા. ચીનની બહાર વાયરસના કુલ 182 કેસ સામે આવી ચૂકયા છે. હોંગકોંગ અને ફિલિપીનમાં તેનાથી એક-એક વ્યક્તિનું મોત પણ થયું છે.

જાપાનના ક્રૂઝમાં 10 બીજા લોકોને કોરોના વાયરસ

જાપાને કોરોના વાયરસ સંક્રમણ ફેલાતો રોકવા માટે જે ક્રૂઝના પેસેન્જરને અલગ રાખ્યા હતા, તેમાંથી 10 બીજા લોકોને સંક્રમિત જણાયા. સ્થાનિક મીડિયાએ આજે આ માહિતી આપી. તેની સાથે જ ક્રૂઝ પર સવાર લોકોમાંથી કુલ 20 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે.

14 દિવસ ક્રૂઝ પર રહેશે 3000 લોકો

જાપાનના અધિકારી ‘ડાયમંડ પ્રિન્સેસ’ ક્રૂઝ પર સવાર પેસેન્જરમાંથી અત્યાર સુધી 273 લોકોના નમૂનાની તપાસ થઇ ચૂકી છે. ક્રૂઝ પર અંદાજે 3700 પેસેન્જર સવાર છે, જે અંદાજે 14 દિવસ સુધી ક્રૂઝમાં જ રહેશે. જો કે જાપાને આ પગલું 80 વર્ષના વ્યક્તિના વાયરસથી પીડિત જણાતા ઉઠાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો