ભારતમાં પણ કોરોનાનો કહેર: કુલ આંકડો 28 થયો, ઈટાલીથી ભારત ફરવા આવેલા 16 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ

ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે, જે સરકાર અને લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે પત્રકાર પરિષદમાં ચોકાવનારી વિગતો આપી છે કે ભારતમાં કોરોના વાઈરસના 28 કેસ સામે આવ્યા છે. જેમાં ઈટાલીથી ભારતમાં ફરવા આવેલું ગ્રુપ આ વાઈરસનો શિકાર બન્યું છે. જેમાં કુલ 16 પ્રવાસીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે સાથે તેમના બસના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

ડો. હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે દેશમાં વાઈરસની તપાસ માટે 15 લેબોરેટરી હતી આજ સાંજ સુધીમાં વધુ 19 લેબોરેટરી કાર્યરત થઈ જશે. સરકાર ઈરાનમાં પણ લેબોરેટરી શરૂ કરવાની દીશામાં કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ હજાર લોકોના લોહીના રિપોર્ટ કરાયા છે.28 કેસમાં ત્રણ કેરળમાં, એક દિલ્હીમાં, એક તેલંગાણામાં, છ આગ્રામાં, 16કેસ ઈટાલીથી ફરવા આવેલા ઈટાલીના નાગરિકો, એક ગ્રુપનો ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. કેરળના ત્રણ કેસને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

સતર્કતાના ભાગ રૂપે મંગળવારે નોઈડાની બે શાળા બંધ કરી દેવાઈ હતી. આ સાથે જ દિલ્હી-NCRની પાંચ શાળાઓને બંધ કરી દેવાઈ છે. દિલ્હી સરકાર 3.5 લાખ L 95 માસ્કની વ્યવસ્થા કરી રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કોરોનાવાઈરસને ફેલાતો અટકાવવા માટે સમારોહ કરવાનું ટાળવાનું સૂચન આપ્યું હતું સાથે જ પોતે પણ આ વખતના હોળી મિલન કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું જણાવ્યું હતું.

નોઈડાની ધ શ્રીરામ મિલેનિયમ શાળાના બે વિદ્યાર્થીઓમાં મંગળવારે સંક્રમણની પુષ્ટી કરાઈ હતી. ત્યારબાદ ગૌતમબુદ્ધનગર જિલ્લાના ચીફ મેડિકલ અધિકારી અનુરાગ ભાર્ગવની સલાહ બાદ શાળાને શુક્રવાર માટે બંધ કરી દેવાઈ હતી. સંક્રમિત બન્ને વિદ્યાર્થી દિલ્હીના રહેવાસી હતા. આ સાથે જ વસંત વિહારમાં આવેલી ધ શ્રી રામ શાળાને ગુરુવારથી અને ગુડગામની અરાવલી અને મોલસારી ખાતે આવેલા તેના કેમ્પસને 9 માર્ચથી બંધ કરી દેવાયા છે.

રજાઓમાં શાળાને સેનિટાઈઝ કરવામાં આવશે

શાળાના સંચાલકે જણાવ્યું કે, ઉનાળાની રજાઓ આ વખત વહેલા આપી દેવાઈ છે. આ દરમિયાન શાળાઓને સેનિટાઈઝ કરવામાં આવશે. કોરોનાવાઈરસ સંક્રમતિ દર્દીઓના સંપર્કમાં આવેલા લગભગ 70 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં આગરાના 6 અને બર્થડે પાર્ટીમાં આવેલા 44 લોકો સામેલ છે.

‘6 ખાનગી હોસ્પિટલમાં પણ આઈસોલેશન વોર્ડ બનાવાઈ રહ્યા છે’

દિલ્હીમા સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે જણાવ્યું કે, ‘સરકાર શહેરને સાફ કરવા માટે જરૂરી તમામ પગલા લઈ રહી છે. 25 હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવી દેવાયા છે, જેમાં 19 સરકારી અને 6 ખાનગી હોસ્પિટલ સામેલ છે’

ભારતમાં સંક્રમણના કેસની સ્થિતિ

  • સૌથી પહેલા કેરળમાં 3 દર્દી સંક્રમિત મળી આવ્યા, જે હવે સ્વસ્થ થઈ ગયા
  • આગરામાં સંક્રમિત તમામ 6 દર્દીઓ અને તેમના પરિવારજનોને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. આ તમામ લોકોને સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તેમની પણ તપાસ કરી શકાય
  • જયપુરમાં ઈટલીના 69 વર્ષના એન્ડ્રી કાર્લી સંક્રમિત મળી આવ્યા. તેઓ 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. કાર્લી સાથે ઈટલીના 23 અન્ય લોકોએ પણ યાત્રા કરી હતી જેના માટે હોસ્પિટલમાં આવેલા ઈટલીના દૂતાવાસ સાથે પણ સંપર્ક કરાઈ રહ્યો છે જેથી કોઈ અન્યમાં લક્ષણ મળી આવે તો તાત્કાલિક સારવાર કરી શકાય.
  • તેલંગાણા અને દિલ્હીમાં સોમવારે એક-એક કેસ સામે આવ્યા હતા. બન્ને દર્દીઓને દેખરેખ હેઠળ રખાયા છે. તેલંગાણા એ તમામ 25 યાત્રિઓની પણ તપાસ કરાવી રહ્યું છે, જેમણે સંક્રમિત વ્યક્તિ સાથે મુસાફરી કરી હતી.
  •  દિલ્હીમાં સંક્રમિત મળી આવેલો વ્યક્તિ ઈટલીથી પાછો આવ્યો હતો. તે 28 ફેબ્રુઆરીએ હયાત રીજેન્સી હોટલાના લા પિત્ઝા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓને 14 દિવસ સુધી લોકોથી અલગ રહેવાનું કહેવામાં આવ્યું છે. અહીંયા દર દિવસે કર્મચારીઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સંક્રમિત વ્યક્તિ તેના બાળકો સાથે બર્થડે પાર્ટીમાં પણ ગયો હતો. બાળકો નોઈડાની શાળામાં ભણતા હતા અને સંક્રમણની આશંકાને કારણે ત્યાંની બે શાળાઓને પણ બંધ કરી દેવાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો