દેશમાં 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના 1,276 નવા કેસ સાથે કુલ આંકડો 10 હજારને પાર થયો

દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના પોઝિટિવના કેસ ખૂબ જ ઝડપથી વધતા જોવા મળ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ઉપર પહોંચી ગઈ છે. તેવામાં આજે વડાપ્રધાન મોદી સવારે 10 વાગ્યે દેશને સંબોધિત કરીને જાહેરાત કરી કે દેશમાં 3 મે સુધી લોકડાઉન રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

તબલિગીએ દિલ્હીમાં ખેલ બગાડ્યો

દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવારે દેશમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67%ની વૃદ્ધીદર સાથે કુલ 1276 કેસ સામે આવ્યા છે.

કોરોનાના કારણે દેશમાં કુલ 10,450 કેસ

કોરોનાના કારણે સોમવારે 29 વ્યક્તિના મોત થયા છે આ સાથે દેશમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. દિલ્હી અને મુંબઈ બાદ ગઈકાલે યુપીમાં પણ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું

કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

7 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ

મહારાષ્ટ્ર, સંક્રમિત 2334ઃ અહીંયા સોમવારે સંક્રમણના રેકોર્ડ 352 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી માત્ર મુંબઈમાં જ 59 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં રવિવારે 221 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી મુંબઈમાં 113, મીરા ભયંદરમાં 7, પૂણેમાં 4, નવી મુંબઈ, થાણે અને વસઈ વિરારમાં 2-2, જ્યારે રાયગઢ, અમરાવતી, ભિવંડી અને પિંપરી- ચિંચવડમાં 1-1 દર્દી સામે આવ્યો હતો.

મધ્યપ્રદેશ, સંક્રમિત -614ઃ ઈન્દોરમાં સોમવારે 22 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ શહેરમાં 328 સંક્રમિત થયા છે. રવિવારે રાજ્યમાં સંક્રમણના 40 નવા કેસ સામે આવ્યા હતા.

રાજસ્થાન, સંક્રમિત 897ઃ અહીંયા સોમવારે સંક્રમણના 93 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી જયપુરમાં 20, ભરતપુરમાં 11, જોધપુરમાં 7 અને બાંસવાડામાં 1 દર્દી સામે આવ્યા છે. રાજ્યમાં રવિવારે 104 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જ્યારે ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે. જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો