ગુજરાતમાં કોરોના 22 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 538 થયા, છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે.જ્યારે કુલ 26 દર્દીના મોત નીપજ્યાં છે તો 47 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આજથી માસ્ક ફરજિયાત

આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

39 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 282 દર્દી, અત્યાર સુધીમાં 12ના મોત

અમદાવાદના નવા 39 કેસ મોટેરા, રાયખડ, ઓઢવ, નરોડા મણિનગર, જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 282 કોરોનાના દર્દી થઈ ગયા છે અને મૃત્યુઆંક 12એ પહોંચ્યો છે.

ગુજરાતમાં 13257નો રિપોર્ટ કરાયો, 583 પોઝિટિવ આવ્યા

કુલ 3 લોકો સાજા થયા છે. 2 લોકોના મોત થયા છે. જેમાં એક 76 વર્ષના પુરુષ હતા. જે અમદાવાદના હતા. તેમને હ્રદય અને ફેફસાની બીમારી પણ હતી. ડેન્ગ્યૂના દર્દી 27 વર્ષના પુરુષ વડોદરાના હતા.

રાજ્યમાં 538 પોઝિટિવ કેસ, 27 મોત અને 47 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 295 13 11
વડોદરા 102 03 07
સુરત 33 04 07
ભાવનગર 23 02 04
રાજકોટ 18 00 07
ગાંધીનગર 15 01 07
પાટણ 14 01 00
આણંદ 09 00 00
ભરૂચ 08 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 02 00 00
બનાસકાંઠા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ  538 26 47

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો