વિશ્વને ધમધમતું રાખનાર ચીનની આજની હાલત જોઇ ચોંકી જશો, ચીનથી ડરામણી તસવીરો આવી સામે, જુઓ..

ચીનમાં કોરોના વાયરસ નામનો રાક્ષસ દિવસે નહીં એટલો રાત્રે અને રાત્રે નહીં એટલો દિવસે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. દુનિયા આખીમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસનું એપી સેન્ટર કહેવાતા વુહાનના રસ્તાઓની તસવીરો જોઇ તમે બે ઘડી તો ધ્રાસકો લાગશે. દરેકના લોકોમાં કોરોના વાયરસને લઇ ભયંકર ડર પેસી ગયો છે કે અમે તો કયાંક આનો ભોગ નહીં બનીએને? ચીનના રસ્તાઓ, શોપિંગ મોલ સાવ ખાલી ખમ્મ પડયા છે. કોરોનાના લીધે મરનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. શનિવાર સવાર સુધીમાં કોરોના વાયરસના કારણે ચીનમાં મૃત્યુઆંક વધીને 717 થયો છે. બીજી તરફ ભારત સરકારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રયાસોને વઘુ સઘન બનાવ્યા છે. તો આવો અમે તમને ચીનની કેટલીક એવી ભેકાર તસવીરો બતાવીશું જે જોઇને તમે સમજી શકશો કે કોરોનાએ કંઇ હદ સુધી કહેર વર્તાવ્યો છે.

તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે, વુહાનમાં સન્નાટો છવાયો છે. રસ્તાઓ ભેંકાર ભાસી રહ્યા છે. લોકો ખુબ જ ઓછા જોવા મળી રહ્યા છે. જ્યાં પર લોકો દેખાય છે તે પોતાના ચહેરા પર માસ્ક લગાવીને ફરી રહ્યા છે.

આ તમામ ઉપાય એટલા માટે કરવામાં આવ્યા છે જેના કારણે આ વાયરસનો ચેપ ના ફેલાય અથવા આ વાઇરસથી ચેપી વ્યક્તિના સંપર્કમાં અન્ય કોઇ વ્યક્તિ ન આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો