કોરોના સંક્રમિત સાસુએ ભર્યું વિચિત્ર પગલુંઃ હું તો મરીશ સાથે તને પણ લેતી જઈશ: સાસુએ વહુને જબરજસ્તી ગળે લગાવીને કોરોના પોઝિટિવ કરી

કોરોના વાઈરસથી સંક્રમિત થયા પછી એક મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે આ દરમિયાન ખૂબ વિચિત્ર પગલું ભર્યું હતું. આઈસોલેશનમાં રહેવાથી આ મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે તેની વહુને પણ જબરજસ્તી ગળે લગાવીને તેને સંક્રમિત કરી દીધી હતી. મહિલા એ વાતથી પરેશાન હતી કે, કોઈ તેને મળી નથી રહ્યું અને તેને એકલીને એક રૂમમાં બંધ કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટના તેલંગાણાના સોમરીપેટા ગામની છે. ત્યાં કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલી એક મહિલાને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવી હતી. પરિવારના લોકોએ તેને મળવાનું બંધ કરી દીધુ હતું. કારણ કે, તેનાથી બીજા લોકોને પણ સંક્રમણ ફેલાવાનું જોખમ હતું. પરંતુ આ વાતથી મહિલા એટલી બધી નારાજ થઈ ગઈ કે તેણે તેની વહુને જબરજસ્તી ગળે લગાવીને તેને પણ કોરોના સંક્રમિત કરી દીધી હતી.

વહુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પરિવારજનોએ તેની સાસુને ઘરેથી બહાર કાઢી મૂકી દીધી હતી. મજબૂરી પછી તે મહિલાની બહેન તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, વહુએ જણાવ્યું કે, તેની સાસુ એ વાતથી કંટાળી હતી કે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પરિવારના લોકો તેનાથી અંતર રાખવા લાગ્યા હતા.

વહુએ સ્વાસ્થ્ય અધિકારીઓને જણાવ્યું કે, મારી સાસુએ મને એવુ કહીને ગળે લગાવી કે, તારે પણ કોરોના સંક્રમિત થવું જોઈએ. વહુએ કહ્યું કે, કોરોના સંક્રમિત તેની સાસુને પરિવારથી અલગ એક રૂમમાં આઈસોલેટ કરવામાં આવી હતી અને ત્યાં જ તેમને જમવાનું આપી દેવામાં આવતું હતું. બાળકોને પણ તેમની નજીક જવાની મંજૂરી નહતી. આજ વાતથી તેઓ ખૂબ કંટાળી ગયા હતા.

આઈસોલેશનથી કંટાળેલી સાસુ તેની વહુને સંક્રમિત કરવા માંગતી હતી. સાસુએ પરિવારજનોને કહ્યું કે, શું મારા મર્યા પછી તમે બધા સુખેથી રહેવા માંગો છો? આવું કહીને તેણે તેની વહુને જબરજસ્તી ગળે લગાવી હતી. પરિણામે વહુ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ હતી. હાલ બંને મહિલાઓની સારવાર ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો