અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી, કોરોના પોઝિટિવ દર્દીઓ કલાકો સુધી બહાર રઝળ્યા

અમદાવાદમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેવામાં એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનાં બે કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ સિવિલમાં કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓને બેડ ન આપી જમીન પર પથારી આપી હતી. આ વિવાદ હજુ શમ્યો ન હતો ત્યાં જ બીજો વિવાદ ઉભો થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં 25થી વધારે કોરોનાગ્રસ્ત દર્દીઓને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. દર્દીઓ હાથમાં બિસ્તરા પોટલાં લઈને હોસ્પિટલ બહાર ઉભા રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈ કેટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે તેનો ખુલાસો આજે થઈ ગયો છે. એક વાર નહીં બે વખત કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથેની લાપરવાહી હોસ્પિટલ તંત્ર દ્વારા આચરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 25થી વધારે કોરોનાગ્રસ્ત દર્દીઓને 5 કલાકથી વધારે સમય માટે બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. એકબાજુ જ્યાં અમદાવાદમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે તેવામાં સિવિલ હોસ્પિટલ દ્વારા આટલી ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે.

કોરોનાગ્રસ્ત લોકોએ વ્યથા ઠાલવતાં કહ્યું કે, અમે બપોરે 3 વાગ્યાથી ઉભા છીએ. કેસબારી પર માત્ર એક વ્યક્તિ જ કેસ લખી રહ્યો છે. અને અમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. પાંચ કલાક બાદ પણ તેઓનો કેસ કાઢવામાં ન આવતાં લોકોને બહાર ઉભા રહેવું પડયું હતું. હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે તે થેલાઓ લઈને પાંચ પાંચ કલાક સુધી બહાર ઉભા રહ્યા હતા. તેવામાં અમદાવાદની 1200 બેડની હોસ્પિટલનાં બણગાં ફૂંકતી સરકારની પોલ ખૂલી ગઈ છે. આ હોસ્પિટલમાં દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા જ નથી.

અગાઉ સિવિલ હોસ્પિટલમાં બે કોરોનાગ્રસ્ત દર્દીઓને બેડ ન આપી તેઓને જમીન પર પથારી કરી આપી હતી. જે બાદ આ પોલીસકર્મીઓએ કંટ્રોલરૂમમાં ફોન કરીને ફરિયાદ કરી હતી કે, તેઓને પથારી નીચે કરી આપી છે, પંખાની પણ સુવિધા નથી. જે બાદ અમદાવાદ પોલીસ દ્વારા તમામ કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓને વીએસ હોસ્પિટલમાં વિશેષ સારવાર આપવામાં આવી રહી છે.

પણ અહીં સવાલ સિવિલનાં તંત્ર પર ઉભો થઈ રહ્યો છે. શું સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પૂરતાં બેડની સુવિધા નથી. સરકાર એકબાજુ 1200 બેડની હોસ્પિટલ બનાવવાનું જણાવે છે. એસવીપીમાં પણ અલગ વોર્ડની વ્યવસ્થા છે. ત્યારે અમદાવાદમાં 1100થી ઉપર કોરોનાનાં દર્દીઓ છે. તો શું સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ માટે હવે બેડ ખૂટી પડ્યા છે કેમ… કે પછી તંત્ર દ્વારા પોલંપોલ ચલાવવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો