85 વર્ષના કોરોના પીડિત વૃદ્ધે યુવાન માટે બેડ ખાલી કર્યો, કહ્યું -મે જિંદગી જીવી લીધી, 3 દિવસ બાદ થયું નિધન

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતના ઘણાં શહેરોમાં ઓક્સિજનથી લઇ બેડ સુધીની અછત જોવા મળી રહી છે. તેની વચ્ચે નાગપુરના 85 વર્ષીય વૃદ્ધે એક મિસાલ રજૂ કરી, જેના કારણે તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. નારાયણ ભાઉરાવ દાભાડકર કોરોનાથી સંક્રમિત હતા. હોસ્પિટલમાં તેઓ પોતાના બેડ પર હતા. તે સમયે એક મહિલા પોતાના પતિનો જીવ બચાવવા માટે બેડની શોધ કરી રહી હતી. આ જોઇ નારાયણ રાવે પોતાનો બેડ આપતા કહ્યું, હું 85 વર્ષનો થઇ ગયો છું, જીવન જોઇ લીધું છે. પણ જો તે મહિલાના પતિનું નિધન થયું તો બાળકો અનાથ થઇ જશે. માટે મારું કર્તવ્ય છે કે હું તે વ્યક્તિનો જીવ બચાવ.

હોસ્પિટલથી પરત થયાના 3 દિવસ પછી તેમનું નિધન થઇ ગયું. નારાયણ રાવ થોડા દિવસ પહેલા જ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમનું ઓક્સિજન લેવલ 60 સુધી પહોંચી ગયું હતું. દીકરી અને જમાઇ તેમને ઈંદિરા ગાંધી હોસ્પિટલ લઇ ગયા. ઘણી મુશ્કેલી પછી તેમને બેડ મળ્યો. ત્યારે જ 40 વર્ષીય પતિને બચાવવા માટે એક મહિલા બેડ શોધી રહી હતી. હોસ્પિટલે તેમને દાખલ કરવાની ના પાડી દીધી હતી, કારણ કે બેડ ખાલી નહોતા. રડતી મહિલાને જોઇ નારાયણ રાવનું દિલ પીઘળ્યું અને તેમણે પોતાને ફાળવેલો બેડ તે મહિલાના પતિને આપી દીધો.

હોસ્પિટલ મેનેજમેન્ટે નારાયણ રાવ પાસેથી એક લેટર લખાવ્યો. જેમાં તેમણે લખ્યું હતું કે, હું મારો બેડ અન્ય દર્દીને સ્વૈચ્છાએ આપી રહ્યો છું. આટલું લખી તેઓ ઘરે જતા રહ્યા અને 3 દિવસ પછી તેમનું નિધન થઇ ગયું.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમની પ્રશંસા કરી છે. ટ્વીટર પર તેમની તસવીર પોસ્ટ કરતા તેમણે લખ્યું, હું 85 વર્ષનો થઇ ચૂક્યો છું, જીવન જોઇ લીધું છે પણ જો તે સ્ત્રીનો પતિ મરી ગયો તો બાળકો અનાથ થઇ જશે. માટે મારું કર્તવ્ય બને છે કે હું તે વ્યક્તિનો જીવ બચાઉં. એવું કહીને કોરોના પીડિત RSS સ્વયંસેવક શ્રી નારાયણ જીએ પોતાનો બેડ તે દર્દીને આપી દીધો.

એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું, અન્ય વ્યક્તિના પ્રાણની રક્ષા કરતા શ્રી નારાયણજીએ 3 દિવસોમાં આ દુનિયાને અલવિદા કહી દીધી. સમાજ અને રાષ્ટ્રના સાચા સેવક જ આવો ત્યાગ કરી શકે છે. તમારા પવિત્ર સેવાભાવને પ્રણામ. તમે સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છો. દિવ્યાત્માને વિનમ્ર શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો