મહામારી વચ્ચે આંધળી લૂંટ: દૈનિક 3 હજારના ભાડા સાથે કોરોનાના દર્દીઓને હોટેલમાં સારવાર આપવામાં આવશે, ખાનગી હોસ્પિટલને કોરોના સારવાર માટે મંજૂરી અપાઈ

ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોના સારવાર માટે મંજૂરી આપી છે. જોકે આ હોસ્પિટલમાં પેશન્ટે પોતે જ ખર્ચ ભોગવવાની શરતે મંજૂરી આપી છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્ટાફે કહ્યું હતું કે, અમે તમને એસ્ટીમેટેડ કોસ્ટ આપી શકીએ. તમને ડિપોઝીટ કહી રહ્યો છું જે એડમિશન ટાઇમે ભરવાની રહેશે. જો પેશન્ટ પહેલેથી જ કોરોનાગ્રસ્ત છે અને દાખલ થાય છે તો તેના માટે 8.5 લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરવી પડે. કેમ કે તેને આઇસીયુ કે આઇસોલેશનમાં લઇ જવો પડે. અને જો શંકાસ્પદ હોય તો જનરલમાં રૂ. 3.5 લાખ, સેમી સ્પેશ્ય રૂ. 4.50 લાખ, ડીલક્સમાં રૂ. 5 લાખ અને સ્યુટમાં રૂ. 6 લાખ ડિપોઝિટ જમા કરાવવી પડે. ફાઇનલ બિલ સારવાર બાદ નક્કી થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

શહેરની ફાઈવ સ્ટાર હોટેલમાં કોવિડ કેર સેન્ટર શરૂ, ચાર્જ દર્દીએ ચૂકવવો પડશે

મ્યુનિ.એ એસજી હાઈવે ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ ફર્ન ખાતે પેમેન્ટ બેઝ્ડ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. કોરોનાના વાઈરસના એસિમ્પ્ટોમેટીક દર્દી જેમને લક્ષણો નથી પરંતુ તેમનો રિપોર્ટ પોઝિટિવ છે તેવા તમામ દર્દીઓ સરકારી કોવિડ સેન્ટરમાં રહેવા ઈચ્છતા ન હોય તેવા દર્દીઓ આ ફાઈવ સ્ટાર હોટેલમાં જઈ શકશે. અહીં રહેવા અને જમવાનો ખર્ચો દર્દીએ જાતે ભોગવવાનો રહેશે. આ હોટેલના સામાન્ય રૂમના ટેરિફ ખૂબ જ ઊંચા હતા પરંતુ મ્યુનિ.એ હોટેલ સાથે વાટાઘાટો કરી ટેરિફમાં ઘટાડો કરી જમવા સાથેનું ટેરિફ નક્કી કર્યું છે. જે તેમના સામાન્ય ટેરિફ કરતાં 35 ટકા નીચું છે. વધુ સુવિધાવાળા રૂમનું ભાડું જમવા સિવાય 6 હજાર તે મ્યુનિ.એ જમવા સાથે 4 હજારમાં નક્કી કરાવ્યું. જ્યારે 4 હજારના રૂમનું ભાડું 2700માં નક્કી કર્યું. પેમેન્ટ બેઝડ કોવિડ કેર સેન્ટરમાં મ્યુનિ.ની મેડિકલ ટીમ અને એમ્બુલન્સની વ્યવસ્થા હશે. દર્દીએ રહેવા તથા જમવાનો ખર્ચ સીધો હોટેલને ચૂકવવાનો રહેશે.

ઓવરઓલ ખર્ચો 5-7 લાખ થાય

એસસીજીમાં ફોન કરતાં ત્યાંના સ્ટાફે ભાસ્કરને કહ્યું હતું કે, પહેલા તો તમારે ફોન કરીને આવવાનું કેમ કે રૂમ ખાલી છે કે નહીં તે પરથી ભરતી કરાશે. પેશન્ટની કન્ડીશન પર પેકેજ નક્કી થશે. હાલમાં અમારી પાસે ICU રૂમ છે જેનો રૂ. 10,000 પર ડે રેટ છે જ્યારે નર્સિંગનાં રૂ. 7,000 અને ડોક્ટર વિઝીટ રૂ. 3,000 ગણવાની. મેડીસીન અને ફાર્મસીનાં અલગ. આશરે તમારે ઓવરઓલ સારવારનો ખર્ચ રૂ. 5થી 7 લાખ ગણીને ચાલવાનું. જો બીજી બીમારી સાથે હોય તો બિલ વધી પણ શકે. પેશન્ટની કન્ડીશન પર બિલ નક્કી થશે. અને હા, કોઇ પણ પોલિસીમાં કેશલેશ હાલમાં નહીં ચાલે. બધા જ પૈસા આપવા પડશે અને તમને પછી રીઇમ્બર્સમેન્ટ થઇ જશે. એક બિલ્ડરે એચસીજીમાં તપાસ કરી તો રોજના રૂ.30થી 50 હજાર ચાર્જ થશે તેમ કહેવાયું હતું.

રૂમની પસંદગી પર ખર્ચનો આધાર

પેશન્ટ જે રૂમ પસંદ કરે તે મુજબ સારવારનો ખર્ચ આવશે. જો કે રફલી જનરલ રૂમ માટે રૂ. 3થી 3.25 લાખ સુધીનો ખર્ચ આવી શકે. જો આઇસીયુમાં પેશન્ટ હોય અને 14 દિવસ સુધી ત્યાં એડમિટ રહે તો ખર્ચ રૂ. 8 લાખ સુધી થઇ શકે છે. અમે ડિપોઝિટ લઇએ છીએ. જે પેશન્ટને જરૂર ન હોય તેમને અમે એએમસીની ફેસિલિટી યુઝ કરવા માટે ગાઇડ કરીએ છીએ. – નમિષા ગાંધી, વાઇસ પ્રેસિડન્ટ, સ્ટર્લિંગ

ICUમાં સારવાર પ્રમાણે ખર્ચ વધી શકે

નોર્મલ ચાર્જ જ લઇ રહ્યા છીએ. કોરોના દર્દીઓની કેર માટે ખાસ કિટ વાપરવાની હોવાથી તેનો એક્સટ્રા ખર્ચ 15થી 20 ટકા દર્દીઓએ ભોગવવો પડશે. જો દર્દી આઇસીયુમાં નથી જતો તો 14 દિવસનાં આશરે 3થી 3.5 લાખનો તેને ખર્ચ થઇ શકે છે. આઇસીયુમાં સારવાર પ્રમાણે ખર્ચ વધી શકે. – બિરસિંઘ ચૌધરી, સેન્ટર હેડ, એચસીજી મીઠાખળી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો