સુરતમાં કોરોનાના દર્દી માટે ભોજન કચરાના વાહનમાં લઇ જવાતું હોવાની આશંકાઓ વચ્ચે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદ બાદ હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાને કાબુમાં લેવા માટે સુરતમાં આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. તો કોરોનાનું સંક્રમણ સુરતમાં વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બે વખત સુરતની મુલાકાત લઈ ચૂક્યા છે. આ ઉપરાંત આરોગ્ય અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિ પણ સુરતમાં રોકાઈને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીને આપવામાં આવતી સારવાર અને સુવિધાઓનું નિરીક્ષણ કરી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાની મહામારી વચ્ચે કોવિડ હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલ અને સુરતની સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવી છે. ત્યારે હવે તંત્ર કોવિડ સેન્ટરમાં કોરાના દર્દીઓને આપવામાં આવતા ભોજનને લઈને ફરી એક વખત વિવાદમાં આવ્યુ છે. સુરતમાં કોરોના દર્દીઓને આપવામાં આવતું ભોજન કચરાના વાહનમાં કોવિડ સેન્ટર સુધી પહોંચાડવામાં આવતું હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કચરાના વાહનમાં જે ભોજન લઇ જવામાં આવતું હતું, તે ભોજન ભાઠેના વિસ્તારમાં કુમાર છાત્રાલયમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને આપવામાં આવતું હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીએ જ આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તંત્રની પોલ ખોલી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્પષ્ટ પણ પણે ફોટામાં જોઈ શકાય છે કે, કચરાના ટેમ્પમાં આગળના ભાગમાં કચરો પડેલો છે અને કચરાથી થોડા અંતરે ભોજન ભરેલા વાસણો મૂકવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે, નહીં તે જોવાનું બાકી રહ્યું. ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં એવા પણ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે, કોવિડ હોસ્પિટલ કે, કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બરાબર જમવાનું આપવામાં આવતું ન હોવાનો અને કોવિડ સેન્ટરમાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવતું હોવા મામલે દર્દીઓ સોશિયલ મીડિયા પર તેમની વેદના વ્યક્ત કરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો